Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

જામનગર આઇ.ટી.આઇ.માં સ્વાતંત્ર્યપર્વની ઉજવણીઃ જામનગર

આઈ ટી આઈ જામનગર ખાતે ૧૫ મી ઓગસ્ટ ની ઉજવણી કરવામાં આવી. આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે આઈ ટી આઈ જામનગર, મહિલા આઈ ટી આઈ જામનગર અને ગુલાબનગર આઈ ટી આઈનાં તાલીમાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવેલ જેવાકે નુક્કડ નાટક, સૌર્ય ગીત, તિરંગા નાટક, વકૃત્વ સ્પર્ધા માં જિલ્લાની તમામ આઇ ટી આઈ માંથી પ્રથમ નંબર પર આવેલ કૃતિ રજૂ કરવામાં આવેલ. આ પ્રોગ્રામમાં સંસ્થાનાં આચાર્ય એમ એમ બોચિયા, સુપર ઇનપેકસ અને સુપર સ્પિંટેકસ ગ્રુપનાં પ્રણેતા ગંગદાશભાઈ માવજીભાઈ કાછડીયા, ભારતી ગ્રુપનાં માલિક વિરજીભાઈ હીરપરા, નર્મદા ઇન્ડસ્ટ્રીઝનાં માલિક પ્રેમજીભાઈ મેંદપરા, ઉદ્યોગપતિ વિજયભાઈ ઝવેરી, ઉદ્યોગપતિ દીપકભાઈ મેઘાણી, સંસ્થાના ફોરમેન, સુપરવાઈજર સ્ટાફ અને બહોળી સંખ્યા માં ભાઈઓ અને બહેનો હાજર રહ્યા હતા. મહાનુભાવો દ્વારા પ્રથમ નંબર  મેળવેલ સ્પર્ધકને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવેલ. આઈ ટી આઈ જામનગરનાં એનસીસીનાં કેડેર દ્વારા પરેડ તથા અલગ અલગ કરતબ કરવામાં આવેલ. મહાનુભાવો દ્વારા આઝાદી નું મહત્વ આપતું વકતવ્ય આપેલ. છેલ્લે સંસ્થાના આચાર્યએ આવેલ મહાનુભાવોનો આભાર વ્યકત કર્યો હતો.

(2:51 pm IST)