Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

ચાંદલીમાં જનાવર કરડતાં એમપીની અંજલીનું મોત

પરિણીતા પતિ સહિતના પરિવાર સાથે મજૂરી કરતી'તી

રાજકોટ તા. ૧૬: લોધીકાના ચાંદલીમાં જનાવર કરડતાં મધ્‍યપ્રદેશની પરિણીતાનું મોત નિપજતાં પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો.
ચાંદલીમાં કાંતિભાઇની વાડીમાં રહેતી અંજલી માંગીયાભાઇ લાવા (ઉ.૨૨)ને ૧૩મીએ બપોરે દોઢેક વાગ્‍યે વાડીએ હતી ત્‍યારે કોઇ જનાવરે દંશ મારી દેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ મોત નિપજ્‍યું હતું. મૃતક બે ભાઇ અને બે બહેનમાં મોટી હતી. ત્રણ વર્ષ પહેલા તેના લગ્ન થયા હતાં. તે પતિ સહિતના પરિવારજનો સાથે વાડીમાં રહી મજૂરી કરતી હતી. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે લોધીકા પોલીસને જાણ કરી હતી.

 

(3:34 pm IST)