Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

કચ્‍છના નખત્રાણા પંથકના ભડલી ગામે આવેલા શિવ મંદિરે ગાયે આપમેળે દુધ વહાવતા કુતુહલ સર્જતો વીડિયો સોશ્‍યલ મીડિયામાં વાયરલ

શિવ મંદિરે ભક્‍તોનું ઘોડાપુર ઉમટયુઃ દુધ ભેગુ કરીને પુજારી દ્વારા શિવલિંગ પર અભિષેક

ભુજઃ કચ્‍છ જિલ્લાના નખત્રાણા પંથકમાં આવેલુ ભડલી ગામમાં શિવ મંદિરે એક ગાય દુધ આપતી હોવાનો વીડિયો વાયરલ થતા લોકો દર્શનાર્થે આવવા લાગ્‍યા છે. મંદિરના ઓટલા પાસે ગાય ઉભી રહી આચળમાંથી દુધની ધારા વહે છે. પુજારી દ્વારા આ દુધ એકઠુ કરી શિવલિંગ પર ચડાવવામાં આવે છે.

હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. શ્રાવણ મહિનામાં ભક્તો દ્વારા દૂધ અને જળ અર્પણ કરી ભગવાન શિવની આરાધના અને ઉપાસના કરતા હોય છે. ત્યારે આજે સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, એક ગાય ભગવાન શિવના મંદિરના ઓટલા પાસે ગાય ઉભી રહે છે તે સાથે જ તેના આંચળમાંથી દૂધની ધારા વહે છે. જે જોઇને લોકોમાં કુતુહલ સર્જાયુ હતું.

હાલ સોશિયલ મીડિયમાં ગુજરાતના કચ્છ જિલ્લાનો એક વીડિયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. જે જોઇને તમે પણ કહેશો કે આ કોઈ ચમત્કારથી ઓછું નથી. કચ્છ જિલ્લાના નખત્રાણાના ભડલી ગામના શિવ મંદિરે એક ગાય દૂધ આપતી હોવાનો વીડિયો વાયરલ થયો છે. પવિત્ર શ્રાવણ માસમાં ભોળા શંભુને રીઝવવા લોકો કેટલી સેવા પૂજા કરે છે. ત્યારે ગાયનો વીડિયો સામે આવ્યો છે.

ભડલી ગામે શિવ મંદિરે દરરોજ સેવાના સમયે એક ગાય આવી પહોંચે છે અને દૂધ આપે છે. મંદિરના ઓટલા પાસે ગાય ઉભી રહે છે તે સાથે જ તેના આંચળમાંથી દૂધની ધારા વહેવા લાગે છે. આ દૂધ ભેગું કરીને પૂજારી શિવલિંગ પર ચડાવે છે અને ગાયને દાણ પણ આપે છે. ત્યારે વીડિયો સામે આવતા અહીં લોકો દર્શનાર્થે આવે છે.

(6:21 pm IST)