Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

ભાવનગર માં આવતીકાલથી જન્માષ્ટમી મેળાનો પ્રારંભ. સુપ્રસિદ્ધ કલાકાર જીગ્નેશ કવિરાજ આજે ભાવનગરની હિલોળે ચડાવશે

આંગણવાડીમાં નોંધાયેલ 12,000 બાળકો અને મ્યુ. કોર્પો સ્કૂલમાં અભ્યાસ કરતા 24,000 બાળકોને આ ફ્રી પાસ પહોંચાડી અપાયા

( વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર :ભાવનગર માં તા.17 ઓગસ્ટ ના રોજ સાતમ આઠમના તહેવારોની શરૂઆતની સાથે જ જવાહર મેદાન ખાતે વિભાવરીબેન દવે પ્રેરિત જન્માષ્ટમી મેળાનો પ્રારંભ થવાનો છે. સૌરાષ્ટ્રવાસીઓને મન મેળાનું મહત્વ અનેરું હોય છે ત્યારે ભાવનગર પૂર્વના ધારાસભ્ય વિભાવરીબેન દવે પ્રેરિત આ જન્માષ્ટમી મેળામાં ભાવનગરના ગરીબ અને જરૂરિયાતમંદ 51,000 બાળકોને રાઇઝ્ડ કે ચકડોળમાં બેસવા મળે એ માટે ફ્રી પાસ અપાયા છે. ભાવનગર પૂર્વ અને પશ્ચિમ વિસ્તારની આંગણવાડીમાં નોંધાયેલ 12,000 બાળકો અને મ્યુ. કોર્પો સ્કૂલમાં અભ્યાસ કરતા 24,000 બાળકોને આ ફ્રી પાસ પહોંચાડી અપાયા છે અને રાઈડ્ઝ માટેના બાકીના ફ્રી પાસોનું વિતરણ વોર્ડ વાઇઝ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વરસાદ વિઘ્નરૂપ બને તો વ્યવસ્થાને પહોંચી વળવા આયોજકો કટિબદ્ધ છે.

‘યારા તારી યારી’ અને ‘તુજ મારી પ્રીત છે’ ગીતોથી જાણીતા થયેલા સુપ્રસિદ્ધ કલાકાર જીગ્નેશ કવિરાજ આ જન્માષ્ટમી મેળાના પ્રારંભના પ્રથમ દિવસથી રંગત જમાવવાના છે ત્યારે ભાવનગરની જનતા આ મેળામાં બહોળી સંખ્યામાં ભાગ લે તેવો ભાવનગર પૂર્વના ધારાસભ્ય વિભાવરીબેન દવે તેમજ જન્માષ્ટમી કમિટી સૌને અનુરોધ કરે

(7:58 pm IST)