Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

જાહેરમા જગાર રમતા છ શખ્સોને રોકડ રુપિયા ૧૧,૭૦૦ સાથે પકડી પાડતી જામજોધપુર પોલીસ

કડછી ધાર વાડી વિસ્તારમાં જુગારની બાતમી માલ્ટા પોલીસે છ આરોપીઓને મુદામાલ સાથે ઝડપી પાડ્યા

( દર્શન મકવાણા દ્વારા ) જામજોધપુર : જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલું દ્વારા જીલ્લામાં પ્રોહી તથા જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરવા માટે સમગ્ર જીલ્લામા સ્પેશીપલ પ્રોહી જુગારની ડ્રાઇવ રાખેલ હોય જે સ્પેશીયલ ડ્રાઇવમાં વધુમા વધુ કેશો શોધી કાઢવા માટે જામનગર ગ્રામ્ય ડીવિજન ના.પો.અધિ.દેસાઇ દ્વારા જામજોધપુર પોસ્ટેના પોલીસ ઇન્સપેક્ટર એમ એન ચૌહાણને જરૂરી માર્ગદર્શન તથા સુચના કરેલ

જે અનુસંધાને જામજોધપુર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ ના માણસો પો.સ્ટે વિસ્તાર પ્રટ્રોલીગમાં હોય તે દરમ્યાન પો.કોન્સ દીલીપસિહ વાધભા જાડેજા તથા પો.કોન્સ ઋષીરાજસિંહ રણજીતસિંહ વાળા ઓને ખાનગી રાહે બાતમી મળેલ કે કડછી ધાર વાડી વિસ્તાર જામજોધપુર અમુક ઇસમો જુગાર રમી રહેલ છે તેવી હકીકત આધારે રેઇડ કરી કુલ-૬ આરોપીઓને રોકડ રૂપીયા ૧૧,૭૦૦ સાથે પકડી પાડતા પો.હેડ.કોન્સ પ્રજ્ઞરાજસિંહ જાડેજા એ જુગાર ધારા-૧૨ મુજબ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

 પકડી પાડેલ આરોપીઓ (૧) મહેશકુમાર મગનલાલ કણરાગરા (૨) ભરતકુમાર જેરામભાઇ રાબડીયા (૩) ભરતકુમાર છગનલાલ સંતોકી (૪) ચંદલાલ ગોંવિદભાઇ ખટ (૫) રતીલાલ ગાંડાભાઇ સંતોકી (૬) સંજયભાઇ ભીખુભાઇ ભોળા (રહે.બધા જામજોધપુર તા-જામજોધપુર જી-જામનગર ) હતા

 આ કાર્યવાહીમાં  જામજોધપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર શ્રી એમ.એન.ચૌહાણ તથા પો.સ.ઇ કે.સી વાઘેલા તથા પો.હેડ.કોન્સ પ્રારાજસિંહ જાડેજા પો.કોન્સ. માનસંગભાઇ જાપડીયા તથા રાજદિપસિંહ જાડેજા તથા પો.કોન્સ.અશોકભાઇ ગાગીયા તથા રૂષીરાજસિંહ વાળા તથા દિલીપસિંહ જાડેજા તથા માનસંગભાઇ જાપડીયા તથા વુ.પો કોન્સ રિધ્ધીબેન વાડોદરીયા વિગેરે જોડાયા હતા

 

(9:28 pm IST)