Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

જાહેરમા જગાર રમતા પાંચ શખ્સોને રોકડ રુપિયા ૧૧,૨૦૦ સાથે પકડી પાડતી જામજોધપુર પોલીસ

ખાનગી રાહે બાતમી મળેલ બાતમીના આધારે ચકલા ચોક ખાતેથી આરોપીઓને ઝડપી પાડ્યા

( દર્શન મકવાણા દ્વારા ) જામજોધપુર : જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ દ્વારા જીલ્લામાં પ્રોહી તથા જુગારની પ્રવુતિ નેસ્તો નાબુદ કરવા માટે સમગ્ર જીલ્લામાં સ્પેશીયલ પ્રોહી જુગારની ડ્રાઇવ રાખેલ હોય જે સ્પેશીયલ ડ્રાઇવમાં વધુમા વધુ કેશો શોધી કાઢવા માટે જામનગર ગ્રામ્ય ડીવિજન ના પો.અધિ.કૃણાલ દેસાઇ દ્વારા જામજૉઘપુર પોસ્ટેના પોલીસ ઇન્સપેક્ટર એમ.એન ચૌહાણ ને જરૂરી માર્ગદર્શન તથા સુચના કરેલા હતા

 આ અનુસંધાને જામજોધપુર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ ના માણસો પો.સ્ટે વિસ્તાર પ્રોલીગમાં હોય તે દરમ્યાન પો.કોન્સ ધીરાજસિંહ રણજીતસિંહ વાળા તથા પો. કોન્સ દીલીપસિહ વાધુભા જાડેજા ઓને ખાનગી રાહે બાતમી મળેલ કે ચકલા ચોક ખાતે જામજોધપુર અમુક ઇસમો જુગાર રમી રહેલ છે તેવી હકીકત આધારે રેઇડ કરી કુલ-૫ આરોપીઓને રોકડ રૂપીયા ૧૧,૨૦૦ સાથે પકડી પાડતા પો.હેડ.કોન્સ પર્ફોરાજસિંહ જાડેજા એ જુગાર ધારા-૧૨ મુજબ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

 પકડી પાડેલ આરોપીઓ - (૧) જેન્તીભાઇ જ્ઞાનજીભાઇ જાવીયા (૨) આશીષભાઇ ગોંવિદભાઇ સોલંકી (૩) અશ્વીનભાઇ બાબુભાઇ સોંલકી (૪) રીતેષભાઇ ગોવાભાઇ કારેણા (૫) પ્રફુલભાઇ લખમણભાઇ સાપરીયા (રહે.બધા જામજોધપુર તા-જામજોધપુર જી-જામનગર )હતા 

 આ કાર્યવાહીમાં  જામજોધપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર શ્રી એમ એન ચૌહાણ તથા પો.સ.ઇ કે.સી વાઘેલા તથા પો.હેડ.કોન્સ પ્રજ્ઞરાજસિંહ જાડેજા પો.કોન્સ. માનસંગભાઇ જાપડીયા તથા રાજદિપસિંહ જાડેજા તથા પો.કોન્સ.અશોકભાઇ ગાગીયા તથા રૂષીરાજસિંહ વાળા તથા દિલીપસિંહ જાડેજા તથા માનસંગભાઇ જાપડીયા તથા યુ.પો કોન્સ રિધ્ધીબેન વાડોદરીયા વિગેરે જોડાયા હતા

(9:29 pm IST)