Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

મોરબીના કુબેરનાથ મંદિરે ૨૨ ઓગસ્ટથી શ્રીમદ ભાગવત કથા.

જાણીતા કથાકાર નિખિલ જોશી ભાગવત કથાનું રસપાન કરાવશે

મોરબીના કુબેરનાથ મંદિરે ૨૨ ઓગસ્ટથી શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરાયું છે. જેમાં જાણીતા કથાકાર નિખિલ જોશી ભાગવત કથાનું રસપાન કરાવશે.

મોરબી શંકર આશ્રમ ટ્રસ્ટ દ્વાર તા. ૨૨-૮-૨૦૨૨ શનીવારથી તા.૨૭-૮-૨૦૨૨ બુધવાર સુધી સ્નેહ, શ્રધ્ધા, સમર્પણ અને શરણાગતીની ચાર દિશાઓ સમાવી પરમહંસોની સંહિતા સંદ્રય એટલે શ્રીમદ્ ભાગવત અખિલ બ્રહ્માડના અધિપતિ અને સચ્ચિદાનંદ પરમ કૃપાળુ પરમાત્માની અસીમ કૃપાથી મોરબી મધ્યે કુબેરનાથ મહાદેવ મંદિરના સાનીધ્યમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું આયોજન કરવામાં આવેલ છે. તા.૨૨-૮-૨૦૨૨ શનીવાર બપોરે ૪ કલાકે પોથીયાત્રા શ્રી સાત સ્વરૂપ વૈષ્ણવ હવેલી – નેશનલ મેડીકલ ની બાજુમાં, બઝાર લાઇન, ગ્રીન ચોક, મોરબીથી નીકળશે. કથાનો સમય દરરોજ બપોરે ૩ થી ૭ રહેશે. કથા દરમિયાન સતી ચરીત્ર તા. ૨૩-૮-૨૦૨૨ મંગળવાર સાંજે ૬ કલાકે, નૃસિંહપ્રાગટ્ય તા. ૨૪-૮-૨૦૨૨ બુધવાર સાંજે ૬ કલાકે, વામાન જન્મ : તા. ૨૫-૮-૨૦૨૨ બુધવાર સાંજે ૪ કલાકે, રામજન્મ તા. ૨૫-૮-૨૦૨૨ બુધવાર સાંજે ૫ કલાકે, કૃષ્ણ જન્મોત્સવ તા. ૨૫-૮-૨૦૨૨ બુધવાર સાંજે ૬ કલાકે, રૂક્ષ્મણી વિવાહ તા. ૨૬-૮-૨૦૨૨ ગુરૂવાર સાંજે ૬ કલાકે, સુદામા ચરીત્ર તા.૨૭ના રોજ ઉજવાશે.ત્યારે કુબેરનાથ મંદિર કુબેરનાથ શેરી, ગ્રીનચોક, મોરબી ખાતે યોજનાર આ જ્ઞાનયજ્ઞના વ્યાસપીઠે પ્રસિધ્ધ કથા પ્રવકતા મોરબીવાળા નિખીલભાઈ જોષી બીરાજી પોતાની સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવશે

(12:29 am IST)