Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

મોરબી :નવયુગના તબલા ઉસ્તાદ સાવન ભુવાની રાજ્યકક્ષા માટે પસંદગી.

વાંકાનેરમાં જિલ્લા કક્ષાના કલા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ

વાંકાનેરમાં જિલ્લા કક્ષાના કલા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં નવયુગ સંકુલ-વિરપરના વિદ્યાર્થીઓ સંગીત વાદનમાં ઉચ્ચ માધ્યમિકમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરીને રાજ્ય કક્ષા માટે પસંદગી પામ્યા છે

વાંકાનેર તાલુકામાં ગાયત્રી મંદિર ખાતે જિલ્લા કક્ષાના કલા ઉત્સવનું આયોજન કરાયું હતું જેમાં જેમાં નવયુગ સંકુલમાંથી વાદન (તબલા) કેટેગરીમાં ભુવા સાવન રાજ્ય કક્ષા માટે પસંદગી પામ્યો છે તેમજ બાળકવિમાં ઉ.માં. માં પૈજા રાજન દ્વિતીય અને માધ્યમિક વિભાગમાં બોપલીયા સ્મિથ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે જે બદલ સંસ્થાના પ્રમુખ પી ડી કાંજીયાએ વિજેતા સહિતના તમામ સ્પર્ધકોને શુભકામનાઓ પાઠવી હતી

(12:42 am IST)