Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

પોરબંદરના ડોકયાર્ડ ટ્રેઇન સહિત રેલ્વે વિકાસના વર્ષો જૂના પ્રશ્નો કયારે ઉકેલાશે?

રેલ્વે ટ્રેઇક ઉપર વર્ષો જૂના દબાણ સ્થાપિત હિતો હટવા દેતા નથી : લાંબા અંતરની મંજુર થયેલી ટ્રેઇનની માત્ર જાહેરાત

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા.૧૬ : સને ૧૯૮૬થી પશ્ચિમ રેલ્વે દ્વારા પોરબંદરને રેલ્વે પ્રશ્ને વિકાસ કાર્યો વિધ્ન નડી રહ્યુ છે. હકારાત્મક કાર્ય વિકાસ થતુ નથી. ખર્ચની મંજુરી ગ્રાંટ પણ મંજુર થાય ભાવનગર ડીવીઝનને મોકલવામાં આવે છતા પણ સમયસર ઉપયોગ થતો નથી. રેલ્વે હદમાં મોટે પાયે ટ્રેક ઉપર અને આસપાસ સાઇડમાં મોટાપાયે પેશકદમી ઉભી ગયેલ છે. તેને હટાવવામાં આવતી નથી. મંજુર થયેલા વિકાસના કામો થતા નથી.

પોરબંદર પોર્ટ આવકની દ્રષ્ટિએ પ્રથમ નંબરે હતુ અને છે જ પણ સ્થાપિત હિતો ઘરઆંગણે પોતાના નિજસ્વાર્થ ખાતર વિકાસ રૃંધાવી દીધેલ છે. જેના કારણે પશ્ચિમ રેલ્વે દ્વારા જૂના નવા જેટી બંદરે ડાર્ક ટ્રેન માલપરિવહન માટે શરૂ કરવા પશ્ચિમ રેલ્વે રૂ. ૨૦.૧૮ કરોડ અઢાર લાખ વધારાના ૬ ૧/૪ %  સવા છ ટકા મંજુર કરેલ છે. આ ગ્રાંટ જે તે વિભાગને મોકલી આપેલ છે પરંતુ સ્થાપિત હિતોએ પોતાના નીજ સ્વાર્થ ખાતર રેલ્વે ટ્રેકની દબાણ હટાવવા દેતા નથી તેવી ફરીયાદો છે.

અત્યાર સુધીમાં પોરબંદર બારમાસી બંદરના વિકાસ માટે સંસદ સભ્યની રજૂઆત અને માંગણીથી અંદાજીત રૂ. ૧૫૦૦ કરોડ કરતા વધુ રકમની ગ્રાંટ ગુજરાત સરકારને મોકલવામાં આવેલ હોવાનો અંદાજ છે. છેલ્લે તાજેતર વર્તમાન સમયમાં રૂ.૧૧૦ કરોડ પોરબંદર બંદર ફેઇઝ ર- માટે પણ ગ્રાંટ ફાળવવામાં આવેલ છે. ખારવા સમાજ દ્વારા આ ગ્રાંટનો ઉપયોગ સહી અને સાચી રીતે થાય અને બંદર વિકાસ ફેઇઝ-રમાં વપરાય તેવી રજૂઆતો થતી રહે છે અને અવારનવાર ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને પ્રતિનિધિ મંડળ મળી રજૂઆત કરે છે અને જાગૃતતા દર્શાવે છે પરંતુ ગ્રહણ નડતરરૂપ બન્યુ છે કે શુ?

ઉપરાંત સને ૧૯૮૬નો પશ્ચિમ રેલ્વે ભાવનગર ડીવીઝન રેલ્વે સુવિધાનો છે. પોરબંદર રેલ્વે સ્ટેશન ગેજ પરિવર્તન કામગીરી પુર્ણ થતા તે સમયે લાંબા અંતરની એક માત્ર સૌરાષ્ટ્ર એકસપ્રેસ ટ્રેન સ્થાપવામાં આવી પરંતુ જે તે સમયથી બીજી પોરબંદર મુંબઇ સેન્ટ્રલ પોરબંદર ેઅક વધારાની ફ્રીકવન્સી ધરાવતી ટ્રેન મળે તેની સતત રજૂઆત પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા થતી રહી તે સમયે સ્વ.અશ્વિનભાઇ ભરાણીયા પ્રમુખ સ્થાને સ્થાનિક સમિતિના સ્. હરીભાઇ લાલજીભાઇ ખોડા, ઝેડ આર યુસીસી વિનોદભાઇ દતાણી, ભાવનગર ડીવીઝન ડી.આર.યુ.સી.સી.માં જગદીશભાઇ કોટેચા કાર્યવિંત હતા. ત્યારે સતત ચેમ્બરે જાગૃતિ દાખવી પોરબંદરને વધુ એક ફ્રીકવન્સી લાંબા અંતર મુંબઇ મળે પ્રયત્નો હાથ ધરાયેલ. આ સંગઠનમાં  પદુભાઇ રાયચુરા વગેરેનો સહકાર મળેલ. આખરે રેલ્વે બોર્ડ જે તે સમયે હાપા રાજકોટ મુંબઇ સેન્ટ્રલ હાપા વચ્ચે દોડતી સૌરાષ્ટ્ર જનતા એકસપ્રેસની ફ્રીકવન્સી વધારી પોરબંદરથી શરૂ કરવા મતલબ કે પોરબંદર મુંબઇ સેન્ટ્રલ પોરબંદર વચ્ચે સૌરાષ્ટ્ર એકસપ્રેસ ટ્રેનના ૯૨૧૭-૯૨૧૮ દોડાવવાનુ મંજુર થયેલ. પોરબંદર રેલ્વે સ્ટેશન બુંકીગ પણ રીઝર્વેશનનું શરૂ કરી દીધેલ અને એકાએક અટકાવી દીધેલ. સૌરાષ્ટ્ર જનતાની ફ્રીકવન્સી વધી પરંતુ તે જામનગર આજ દિન સુધી પ્રશ્ને સંતોષકારક પ્રતિભાવ મુકયો નથી.

પોરબંદરને બીજો અન્યાય થયો તે તો યુપીએ સરકારના શાસનકાળમાં રાજયકક્ષાના રેલ્વેમંત્રી ગુજરાતના સાંસદ નારણભાઇ રાઠવાના સમયમાં થયો. પોરબંદર દહેરાદુન પોરબંદર દહેરાદુન એકસપ્રેસ દોડતી આ ટ્રેન ઓખા દહેરાદુન ઓખા વચ્ચે વાયા રાજકોટ તે પોરબંદર દર સોમવારે રાત્રીના મેઇન્ટેનન્સ માટે આવતી અને દર ગુરૂવારે રાત્રીના રેલ્વે સમય ૨૩-૪૫ આસપાસ પોરબંદર ઓખા દહેરાદુન રાજકોટ ઓખા પોરબંદર વચ્ચે અઠવાડીક દોડતી રેલ્વે સુગમતા રહે ટ્રાફીક મળી રહે તે સર્વે પણ હકારાત્મક રહ્યો. હરદ્વારનો પુરતો ટ્રાફીક મળશે જેથી પોરબંદર ઓખા રાજકોટ દહેરાદુન ઓખા પોરબંદરને સીધી પોરબંદર રાજકોટ દહેરાદુન પોરબંદર વચ્ચે દોડાવવા લીલીઝંડી મળી. બુકીંગ તારીખ જાહેર થઇ ગઇ પરંતુ તે પણ બંધ થઇ ગયેલ. તે પ્રશ્ને પણ પુર્વ ડીઆરયુસીસી સભ્ય હેમેન્દ્રકુમાર પારેખ જે તે સમયના કોંગ્રેસ સાથે રહી પોરબંદર ૧૧ લોકસભાના સાંસદ સ્વ.વિઠ્ઠલભાઇ રાદડીયા તથા પોરબંદરના પુર્વ ધારાસભ્યશ્રી અને વિરોધપક્ષના નેતા અર્જુનભાઇ મોઢવાડીયા તથા પુર્વ અને વર્તમાન ભરૂચના સાંસદ જે તે સમયના કોંગ્રેસમંત્રી અહેમદ પટેલનો સતત ધારદાર રજૂઆત બાદ પોરબંદર હરદ્વાર પોરબંદર વચ્ચે સીધી ટ્રેન દોડાવવાનું મંજુર થઇ ગયેલ છે. હજુ સુધી પોરબંદર હરિદ્વાર પોરબંદર શરૂ કરી નથી.

ભાવનગર ડીવીઝનમાં ડીઆરયુસીસી મીટીંગમાં પ્રથમવખત ભાજપના પુર્વ સાંસદ સભ્યશ્રી ગોરધનભાઇ જાવીયાના પ્રતિનિધિ તરીકે ગયેલ. હેમેન્દ્રકુમાર એમ.પારેખે તર્કબધ્ધ રજૂઆત કરી સને ૧૯૮૩ની સાલમાં સરાડીયા જૂનાગઢ શાપુર સરાડીયાની ટ્રેન ટ્રેક ડેમેજ થતા બંધ કરી દેવાયેલ. ત્યારબાદ સરાડીયા, શાપુર જૂનાગઢ સરાડીયાનો સંપુર્ણ બંધ કરાવી દેવાયેલ. મીટીંગ તર્કબધ્ધ રજૂઆત કરવામાં આવી. ભારત સરકાર રેલ્વે બોર્ડ કે હેડ ઓફીસ મુંબઇ દ્વારા ગેઝેટ પ્રસિધ્ધિ કરવામાં આ ટ્રેક બંધ કરતા પ્રસિધ્ધ કરવામાં આવેલ. વ્યાપારી ટ્રાફીક યાત્રિકો પાસેથી વાંધા સુચનો માંગવામાં આવેલ કે કેમ?  જયારે ડેમેજ થયેલ ટ્રેક પુલને મોટુ નુકશાન થયેલ નથી. રીપેર થઇ શકે તેમ છે.

પોરબંદર,વેરાવળ, ભાવનગર,

(11:18 am IST)