Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

કોરોના મહામારી વચ્ચે પણ

દ્વારકાધીશ મંદિરે સતત ત્રણ દિવસના મનોરથના દર્શન કરી ભકતો ધન્ય બન્યા

પુજારી પરિવારે ભકતો-યાત્રિકોને અલૌકિક દર્શનની ઝાંખી કરાવી

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા તા. ૧૬ : દ્વારકાધીશ મંદિરમાં છેલ્લા ૩ દિવસથી મંદિરના વારસદાર પુજારી નૈનાજી તથા મુરલીભાઇએ સૌરાષ્ટ્ર અને ગુજરાતના યજમાનોના સંકલ્પથી ભોગ મનોરથના દર્શન યાત્રિકો તથા યજમાનોને કરાવ્યા હતા.

લોકડાઉન બાદ પુજારી પરિવાર દ્વારા યાત્રિકોને દર્શનનો લાભ મંદિર ખુલતા મળી રહ્યો છે અને દેવસ્થાન સમિતિ તથા પુજારી પરિવારે સોશિયલ ડિસ્ટન્સ સાથે સરકારની ગાઇડ લાઇન મુજબ દર્શનનો નિત્યક્રમ જાળવી સેવા કરી રહ્યા છે.

તાજેતરમાં જ પુજારી અને દેવસ્થાન સમિતિએ સમગ્ર મંદિરનું સેનેટાઇઝીંગ પણ કર્યુ હતુ. આમ લોકડાઉન બાદ દ્વારકાધીશ મંદિરમાં રોજના પાંચ ધ્વજાજીનો ક્રમ પણ જળવાય રહે છે ત્યારે પુજારી પરિવાર દ્વારા મંદિરના ધાર્મિક ઉત્સવો અને રોજીંદા યજમાનના મનોરથોનો પ્રવાહ પણ ફરીથી શરૂ થયો છે.(૪૫.૩)

આરતી દર્શનની અપાઇ મંજુરી

હાલમાં લોકડાઉન બાદ મંદિરમાં યાત્રિકો રોજની ચાર આરતીમાં પ્રવેશ મળતો ન હતો પરંતુ હવે પરમિશન મળતા મંગળા આરતી, શણગાર આરતી, સંધ્યા આરતી તથા શયન આરતીમાં ભાવિકોને પ્રવેશ આપતા ભાવિકો તેનો લાભ લઇ રહ્યા છે.

(11:24 am IST)
  • ઉત્તર પ્રદેશમાં 21 સપ્ટેમ્બરથી સ્કૂલો ખુલવાની શક્યતા નહિવત : રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાને લઇ ડેપ્યુટી સી.એમ.દિનેશ શર્માનો નિર્દેશ : કેન્દ્ર સરકારે અનલોક 4 માં 21 સપ્ટે.થી સ્કૂલો ખોલવાની મંજૂરી આપી હોવા છતાં રાજ્ય સરકાર અસંમત : વિદ્યાર્થીઓની સુરક્ષાને પ્રાધાન્ય આપવાનો હેતુ access_time 12:20 pm IST

  • આલેલે... છ મહિનામાં ચીનાઓએ કોઈ ઘૂસણખોરી કરી નથી : ગૃહ બાબતોના મંત્રાલયે રાજયસભામાં જણાવ્યુ હતું કે ભારત - ચીન સરહદે છેલ્લા ૬ મહિના દરમિયાન કોઈ જ ઘૂસણખોરીનો બનાવ બન્યો નથી access_time 11:17 am IST

  • દેશમાં કોરોનાનો વધતો કહેર : રાત્રે 11-45 વાગ્યા સુધીમાં નવા 91.016 પોઝીટીવ કેસ નોંધાયા :1280 લોકોના મોત : કુલ કેસની સંખ્યા 50.17.930 થઇ :9,96,079 એક્ટીવ કેસ :વધુ 82,802 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 39.39,048 રિકવર થયા : વધુ 1280 લોકોના મોત સાથે મૃત્યુઆંક 82,088 થયો access_time 12:23 am IST