Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

સુરેન્દ્રનગરનો ધોળીધજા ડેમ ૭મી વાર ઓવરફલો

ભોગાવો બે કાંઠે : ત્રણ કોઝવે પાણીમાં ગરકાવ : નવો બનતો પુલ તણાઇ ગયો : મુળીમાં ૧ કલાકમાં અઢી ઇંચ વરસાદથી નાયકા ડેમ પણ છલકાયો

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૧૬ : સુરેન્દ્રનગર જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે ત્યારે જિલ્લાના વઢવાણ મૂડી સાયલા ચોટીલા વિસ્તારોમાં વરસાદના પગલે સુરેન્દ્રનગર જિલ્લાના જળાશયોમાં ફરી એક વખત નવા નીરની આવક થવા પામી છે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી પાસે આવેલ નાયકા ડેમ સતત વરસાદના પગલે બનવા પામ્યો છે ત્યારે મુળીમાં ગઇકાલે સાંજના સમયે એક કલાકમાં અઢી ઇંચ જેટલો વરસાદ ખાબકતા નાયકા ડેમમાં નવા નીરની આવક શરૂ થતા નાયકા ડેમ ઓવરફલો બન્યો હતો.

નાયકા ડેમ ઓવરફલો થતા આ સમગ્ર પાણી સુરેન્દ્રનગર જિલ્લાના ધોળી ધજા ડેમમાં આવ્યું હતું. જેને લઇને મોડી રાત્રે સુરેન્દ્રનગર જિલ્લાનો ધોળીધજા ડેમ સીઝનનો સાતમી વખત ઓવરફલો થવા પામ્યો હતો. ત્યારે થોડી ધોળીધજા ડેમ ઓવરફલો થતાં સુરેન્દ્રનગર જિલ્લાની વઢવાણ ભોગાવો નદીમાં નવા નીરની આવક થતાં ફરી એક વખત સુરેન્દ્રનગર જિલ્લાની ભોગાવો નદી પણ બે કાંઠે થવા પામી હતી.

ત્યારે આ બે કાંઠે ભોગાવો નદી થતા સુરેન્દ્રનગર જિલ્લાના ત્રણ ક્રોઝવે ફરી એક વખત પાણીમાં ગરકાવ બની જવા પામ્યા હતા. જેમાં ખાસ કરી સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત થી રતનપર વિસ્તાર તરફ જતો ક્રોઝવે સુરેન્દ્રનગર આંબેડકર નગર તરફ થી જોરાવર નગર તરફ જતો ક્રોઝવે બીજી તરફ વઢવાણ જીઆઇડીસી વિસ્તારમાં આવેલ ભોગાવો નદી ઉપરનો ક્રોજવે પણ પાણીમાં ગરકાવ બની જવા પામ્યો છે.

સુરેન્દ્રનગર જિલ્લાનો ધોળી ધજા ડેમ પહેલાથી જ નર્મદાના પાણીથી ૧૮ ફૂટ સુધી ભરેલો હતો ત્યારે ડેમની કુલ સપાટી ૨૦ ફૂટની છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાનો ધોળી ધજા ડેમ ૧૮ ફૂટની સપાટી નર્મદાના પાણીથી ભરેલો હતો ત્યારે જિલ્લામાં જેટલો વરસાદ પડ્યો તેનું પાણી ધોળીધજા ડેમમાં આવ્યું તો ખરી પણ તેનો કોઈ જાતનો સંગ્રહ થયો નથી. જેનું મુખ્ય કારણ નર્મદાનું પાણી છે નર્મદાનું પાણી ૧૮ ફૂટની સપાટીએ પહેલાથી ધોળી ધજા ડેમમાં ભરેલો હોવાના કારણે વરસાદી પાણીનો કોઈ જાતનો સંગ્રહમાં થયો નથી.

સિઝનમાં સાતમી વખત સુરેન્દ્રનગર જિલ્લાનો ધોળી ધજા ડેમ ઓવરફલો થવાનો છેલ્લા ૩૦ વર્ષમાં પહેલી વખત એવો બનાવ બન્યો છે તેનું કારણ ધોળી ધજા માં ઠાલવવામાં આવતા નર્મદાના નીર છે. નર્મદાના નીર ધોળી ધજા ડેમ માં આવ્યા તે પહેલા જિલ્લાવાસીઓ એવી આશા રાખી રહ્યા હતા કે સુરેન્દ્રનગર જિલ્લાનો ધોળી ધજા ડેમ ૧૫ ફૂટ ભરાય તો પણ બાર માસ સુધી ચાલે તેટલું પાણી શહેરી વિસ્તારોને મળી રહેતું હતું.

બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લાની ભોગાવો નદી બે કાંઠે બનતા સુરેન્દ્રનગર જિલ્લાના જોરાવનગર થી રાજ હોટલ તરફ આવતો નવો પુલ નું કામ હાલમાં તંત્ર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે જે નો અમુક ભાગ નદીના પાણીમાં તણાઈ જવા પામ્યો છે.

(11:42 am IST)