Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

ધોરાજીમાં ર૧મીથી કોવિડ હોસ્પિટલ ચાલુ થશેઃ હાલ ૩પ બેડ ઉપલબ્ધ થશે : ડે. કલેકટર

(ધર્મેન્દ્ર બાબરીયા) ધોરાજી, તા.૧૬ : ધોરાજી ખાતે આગામી તા.ર૧ને સોમવારથી આધુનિક સુવિધાઓથી સજ્જ કોરોના કોવિડ હોસ્પિટલની રાજય સરકાર દ્વારા મંજુરી અપાતા ટુંક સમયમાં ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે ૭૦ બેડની આધુનિક કોરોના હોસ્પિટલ ચાલુ કરાશે.

સરકારી હોસ્પિટલ ખાતે ડે. કલેકટર મીયાણી,એ તૈયારીઓ ચાલુ છે તેની વિગતવાર મુલાકાત લીધી હતી અને જરૂરી સુચનાઓ આપેલ હતી. આ તકે હોસ્પિટલમાં અત્યારે રાત-દિવસ ફર્નીચર તેમજ જરૂરી ઓકસીજન પાઇપ જરૂરી ફેરફારો સહિતની સુવિધાઓ જરૂરીયાત મુજબ ચાલુ કરાશે અને હાલના તબક્કે ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે ૩પ બેડની સુવિધાઓની કામગીરી ચાલુ કરાય છે અને વધારે દર્દીઓ આવે તો વધુ ૩પ બેડની સુવિધાઓ અંગે કામગીરી કરાય છે.

આ તકે ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે આવેલ માનપા સેવા યુવક મંડળના પાણીના પરબ ખાતે કોરોના સેમ્પલ સેન્ટર ચાલુ કરાયું જે માનવ સવા યુવક મંડળ દ્વારા લોકો સેવાઓ માટે તાત્કાલીક કોરોના સેન્ટર માટે આવેલ.

ડે. કલેકટર મીયાણી અને સરકારી હોસ્પિટલના અધિક્ષક ડો. જયેશ વેરોટીયન અને પીઆઇયુ ના અધિકારીઓએ માનવ સેવાની મુલાકાત લીધી હતી. ધર્મેશ બાબરીયા અને ભોલાભાઇ સોલંકી તમામ લોકોને આવકારેલ હતા.

(11:43 am IST)