Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

જુનાગઢમાં એસટી ડ્રાઇવ પર વાહન ચાલક સહિત પાંચ શખ્સોનો હુમલો

બસનું વાઇપર તોડી તેનો પણ ઘા માર્યો

(વિનુ જોશી) જુનાગઢ તા.૧૬ : જુનાગઢમાં એસટી ડ્રાઇવર પર વાહન ચાલક સહિત પાંચ શખ્સોએ હુમલો કરી બસનું વાઇપર તોડી તેનો પણ ઘા માર્યો હોવાની પોલીસ ફરિયાદ થઇ છે.

બનાવની વિગતો એવી છે કે વંથલીના લુશાળા ખાતે રહેતા એસટી ડ્રાઇવર રાજાભાઇઆણદભાઇ ડાંગર રાત્રે જુનાગઢના મજેવડી દરવાજા પાસેથી એસ.ટી. હંકારીને જતા હતા.

ત્યારે જીજે૧૧ ટીટી ૮ર૯૦ નંબરના વાહન ચાલકે બસ સાથ અકસ્માત થાય તે રીતે વાહન ચલાવીને એસટી ડ્રાઇવર રાજા ડાંગર સાથ બોલાચાલી કરી હતી.

બાદમાં વાહન ચાલક અને તેની સાથેના ચાર અજાણ્યા શખ્સોએ ઘાતક હથિયાર ધારણ કરી રાજાભાઇને ઢીકાપાટુનો માર માર્યો હતો. તેમજ બસનું વાઇપર તોડી નાંખી તેનો ઘા ઝીંકી માથાના ભાગે ઇજા પહોંચાડી ફરજમાં રૂકાવટ કરી હતી. બનાવની વિશેષ તપાસ પીએસઆઇ પી.આર. ચાવડા ચલાવી રહયા છે.

(12:53 pm IST)