Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

મોરબીના નારણકા ગામે દવાની ઝેરી અસર થતા યુવાનનું મોત

વાડીએ દવાનો છંટકાવ કરતા હોય ત્યારે ઝેરી અસરથઇ

મોરબીના નારણકા ગામના રહેવાસી યુવાનને દવા છાંટતી વેળાએ ઝેરી દવાની અસર થતા યુવાનને સારવાર માટે ખસેડાયો હોય જ્યાં સારવાર દરમિયાન યુવાનનું મોત થયું છે

નારણકા ગામના રહેવાસી નાનજીભાઈ અન્યાભાઈ દાણા (ઉ.વ.૨૫) ગત તા. ૧૩ ના રોજ વાડીએ દવાનો છંટકાવ કરતા હોય ત્યારે ઝેરી અસર થતા મોરબી ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો જ્યાં સારવાર દરમિયાન યુવાનનું મોત થયું છે મોરબી તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે.

(12:22 am IST)