Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

માળિયા નજીક ફેકટરીમાં ઇલેક્ટ્રિક શોક લાગતા યુવાનનું મોત

રાપર ગામના પાટિયા પાસે આવેલ એક્સીસન વિટ્રીફાઈડ કારખાનામાં કામ કરતા યુવાનનું મોત

માળિયા તાલુકામાં આવેલ સિરામિક ફેકટરીમાં ઇલેક્ટ્રિક શોક લાગતા યુવાનનું મોત થયું હોય જે બનાવ મામલે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

માળિયાના રાપર ગામના પાટિયા પાસે આવેલ એક્સીસન વિટ્રીફાઈડ કારખાનામાં કામ કરતા સુરેશભાઈ હીરૂસિંગ ગાડરીયા (ઉ.વ.૧૯) વાળા યુવાનને ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા મોત થયું હતું જે બનાવને પગલે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયો છે અને માળિયા પોલીસે બનાવની નોંધ કરી તપાસ આદરી છે.

(12:23 am IST)