Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

મોરબીના લીલાપર ગામે બે શખ્શોએ સરકારી જમીન પચાવી પાડી, પોલીસ ફરિયાદ નોંધાઈ

મામલતદારે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ આદરી

મોરબીના લીલાપર ગામમાં આવેલી સરકારી જમીનમાં બે શખ્શોએ કબજો કર્યો હોય જેથી આ મામલે મામલતદાર દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
મોરબીના ગ્રામ્ય મામલતદાર દિવ્યરાજસિંહ જાડેજાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે આરોપી નારણ માધાભાઈ લાબરીયા અને મનોજ વશરામભાઈ રબારી રહે બંને લીલાપર વાળાએ તા. ૧૪-૦૯-૨૧ પહેલા કોઈપણ સમયે લીલાપર ગામની સરકારી જમીનમાં સર્વે નં ૩૫ માં તેમજ વજેપર ગામના સર્વે નં ૧૧૧૬ પૈકીની સરકારી જમીનમાં અનઅધિકૃત રીતે કબજો કરી આજદિન સુધી કબજો ચાલુ રાખ્યો છે મામલતદારની ફરિયાદને પગલે મોરબી તાલુકા પોલીસે બંને ઈસમો વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ વિધેયક ૨૦૨૦ ની કલમ ૩ ૪ (1), ૪(૨)૪ (૩) તથા ૫ (ક) ૫ (ગ) મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ ડીવાયએસપી ચલાવી રહ્યા છે.

(12:25 am IST)