Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

કોયલી નજીકનો ડેમી ૩ ડેમ ૭૦ ટકા ભરાયો મોરબી-જોડિયા તાલુકાના ૭ ગામોને એલર્ટ.

લોકોને નદીના પટમાં અવરજવર નહિ કરવા અને સાવચેત રહેવા સુચના

મોરબી તાલુકાના કોયલી ગામ નજીક આવેલ ડેમી ૩ ડેમ ૭૦ ટકા ભરાઈ ગયો હોય મંગળવારે ડેમ ૭૦ ટકા ભરાઈ ગયો હોય અને વરસાદને કારણે આવક વધતા ડેમના દરવાજા ખોલવામાં આવે તો ડેમની હેઠવાસના ગામના લોકોને નદીના પટમાં અવરજવર નહિ કરવા અને સાવચેત રહેવા સુચના આપવામાં આવી છે

ડેમમાં ૧૨૭૫ ક્યુસેલ પ્રવાહની આવક હોય અને ડેમની હાલની સપાટી ૨૪.૭૦ હોય જેથી જોડિયા તાલુકાના માવનું ગામ તેમજ મોરબી તાલુકાના કોયલી, ધૂળકોટ, આમરણ, બેલા, જીંજુડા અને સામપર સહિતના ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે.

(9:36 am IST)