Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

મુન્દ્રા પોલીસની વીરાંગના સ્પેશિયલ સ્કવોડની ધાક બેસાડતી કામગીરી : ધૂમ સ્ટાઇલથી દોડતા બાઇક ચાલકો પર ધોંસ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૬ : પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘના માર્ગદર્શન હેઠળ મુન્દ્રા પી આઈ મીતેશ ભાઈ બારોટની સૂચનાથી મુન્દ્રા વીરાંગના સ્પેશિયલ સ્કવોડની કામગીરી સરસ રહી છે.

થોડા સમય અગાઉ મુન્દ્રાના રોટરી હોલમાં પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વડાના લોકદરબારમાં બપોરે સ્કૂલ છૂટવા સમયે સ્કૂલ અને કોલેજ છૂટવાનાં સમયે છાત્રા ઓને લૂખ્ખા. રોમીયોનો ત્રાસ હતો. જે માટે મુન્દ્રા મહિલા વીરાંગના સ્કવોડ બપોરે સ્કૂલ છૂટવાનાં સમયે બપોરે સી કે એમ કન્યા વિદ્યાલય. પીટીસી કોલેજ તેમજ આર ડી પ્રાથમિક શાળા પાસે પેટ્રોલિંગ હાથ ધરી રહી છે અને પૂરઝડપે દોડતાં વાહનો પર કડક કાર્યવાહી હાથ ધરી રહી છે.

આજે બપોરે વીરાંગના સ્કવોર્ડે બે સરકારી બુલેટથી કડક પેટ્રોલિંગ હાથ ધરી સ્કૂલ છૂટવાનાં સમયે કડક પેટ્રોલિંગ હાથ ધરી વાહન ચાલકોના લાયસન્સ ચેક કર્યા હતા અને પુરઝડપે જતાં વાહનચાલકોને રોકી સ્પીડ ઓછી કરવા જણાવ્યું હતું. વીરાંગના સ્કવોડની સ્કૂલ આજુબાજુની આ કામગીરીથી વાલીઓમાં પણ હર્ષની લાગણી ફેલાઈ છે અને એકાદ માસ થી વીરાંગના સ્કવોડની આ કામગીરી ચાલુ છે.

મહિલા વીરાંગના સ્કવોડના લક્ષ્મીબેન ચૌધરીએ જણાવ્યું હતું કે અમારી ટીમ સિનિયર સિટિઝન. એકલા અટૂલા રહેતી મહિલાઓ ની પૂછા કરે છે તેમજ જરૂરતમંદ મહિલા ઓને મેડિકલ સહિતની સુવિધા ઓ પણ આપે છે.

બે દિવસ પહેલા આ મહિલા ટીમ એ દેશી દારૂના ધંધાર્થીને ઝડપી લઈ  ચાર લીટર દેશી દારૂ કબજે કર્યો હતો.

મુન્દ્રા પી આઈ મીતેશભાઈ બારોટના માર્ગદર્શન હેઠળ મુન્દ્રા વીરાંગના મહિલા સ્કવોડના લક્ષ્મીબેન ચૌધરી, રંજનબેન કનેલીયા, સવિતાબેન રબારી, જયશ્રીબેન જોશીની ટીમ કામગીરી કરી રહી છે.

(11:49 am IST)