Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

જામજોધપુરમાં સવારે એક ઇંચઃ અમરેલીમાં ધીમીધારે

એક દિ' વરાપ રહયા બાદ ફરીથી મેઘાવી માહોલઃ અનેક જગ્યાએ ઝાપટાથી માંડીને હળવો વરસાદ

ગોંડલમાં વાદળછાયુ વાતાવરણ છે. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

રાજકોટ, તા., ૧૬: રાજકોટ સહીત સૌરાષ્ટ્ર-કચ્છમાં ગઇકાલે એક દિવસ વરાપ રહયા બાદ આજે સવારથી મેઘાવી માહોલ સાથે વરસાદ શરૂ થયો છે. કયાંક ઝાપટા તો કયાંક હળવો વરસાદ વરસી રહયો છે.

જામનગર

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગરઃ જામનગર જીલ્લાના જામજોધપુરમાં આજે સવારે ૧ ઇંચ વરસાદ પડયો છે.

જયારે ગઇકાલે જામજોધપુરમાં ૪ મી.મી. તથા તાલુકાના પરડવામાં ૭ મી.મી. વરસાદ પડયો છે.

વરસાદને કારણે જગતનો તાત ખુશખુશાલ છે. આજે સવારથી પણ ધીમી ધારે વીજળીના કડાકા સાથે વરસાદ વરસી રહેલ છે.

(11:55 am IST)