Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

ભારતીય કોસ્ટગાર્ડે ઝડપી પાડેલી પાકિસ્તાની બોટના ૧ર ખલાસીઓની સુરક્ષા એજન્સીઓ દ્વારા પુછપરછ

(ભરત બારાઇ દ્વારા) ઓખા તા. ૧૬ :.. ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા ૧ર ખલાસી સાથેની પાકિસ્તાની બોટ પકડાય છે.

ભારતીય કોસ્ટ ગાર્ડનું રાજરત્ન નામનું જહાજ દરિયાઇ પેટ્રોલિંગમાં હતુ ત્યારે તા. ૧૪ સપ્ટેમ્બરની રાત્રીએ ભારતીય જળ સીમમાં મચ્છીમારી કરતી 'અલ્લાહ પવકલ' નામની પાકિસ્તાની બોટ પકડી પાડી હતી. જેમાં ૧ર પાકિસ્તાની ખલાસી સવાર હતા આ પાકિસ્તાની બોટને આજરોજ ઓખા કનકાઇ જેટીએ  લાવવામાં આવી હતી. અહીં તમામ સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ હાથ ધરાઇ હતી. કમાન્ડો જે. જી. ગોવરવ શર્માના નેતૃત્વ હેઠળ આ સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું.

(11:58 am IST)