Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

ગોદાવરી ગામમાં ડાયવર્ઝનનું ધોવાણ થતા ત્રણ ગામો સંપર્ક વિહોણા બન્યા

વઢવાણ,તા.૧૬: સુરેન્દ્રનગર જિલ્લામાં સતત સાર્વત્રિક મેઘમહેર થઈ જવા પામી છે જેને લઇને નદી નાળા તળાવ માં નવા નીરની આવક શરૂ થઇ ત્યારે ગોદાવરી ગામ માં આવેલો મુખ્ય ક્રોઝવે પાણીમાં ધોવાઈ જતા ત્રણ ગામો સંપર્ક વિહોણા બની જવા પામ્યા છે.ગોદાવરી ગામ માં છેલ્લા છ માસથી નવા પુલનું કામ શરૂ કરવામાં આવ્યું છે જેને લઈને તંત્ર દ્વારા આ પુલનું કામ શરૂ કરવામાં આવ્યું હોવાના કારણે ડ્રાઇવરજન આપવામાં આવ્યું છે ત્યારે સામાન્ય વરસાદમાં પણ આ ડ્રાઇવરજન અવાર નવાર ધોવાઇ જતો હોવાના કારણે ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

તેવા સંજોગોમાં સતત ચાર દિવસ વરસાદ ખાબકયો હોવાના કારણે નદીના નવા નીરની આવક થવા ના કારણે ગોદાવરી ગામ ના ડાયવર્ઝન નું ધોવાણ થવું છે જેને લઇને ત્રણ ગામોના લોકોને અને વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે ગોદાવરી દીકસર દાણાવાળા શેખપર ગામ હાલ સંપર્ક વિહોણા બની જવા પામ્યા છે.

ગોદાવરી ગામ ના સામાજીક આગેવાન પૃથ્વીરાજ સિંહ પરમાર સહિતના આગેવાનો દ્વારા ડાયવર્ઝન રીપેરીંગનું કામ રાતે હાથ ધર્યું છે અને રોડ રસ્તા શરૂ કરવા માટે ગ્રામજનો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી છે કે હાલની પરિસ્થિતિમાં રોડ રસ્તા નું ધોવાણ થઇ જતા જો ગામમાં કોઈ માંદુ પડ્યું હોય અથવા ઇમરજન્સી સુવિધા જોતી હોય તો એમ્બ્યુલન્સ પણ જઈ શકે તેવી વ્યવસ્થા નથી.

જેને ધ્યાને લઇ આગામી દિવસોમાં તંત્ર દ્વારા આ મામલે પાકો ડાયવર્ઝન ગામજનોને બનાવી આપવામાં આવે અથવા તાત્કાલિકપણે કે પુલનું કામ શરૂ છે તે પૂર્ણ કરવામાં આવે તેવી માગણી ગ્રામજનો દ્વારા કરવામાં આવી છે.

(12:01 pm IST)