Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

વાંકાનેરમાં કાલે નરેન્દ્રભાઇના જન્મદિન નિમિતે ભાજપ દ્વારા રકતદાન કેમ્પ-મેડિકલ કેમ્પ

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ૧૬ :.. કાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ હોય જે નિમિતે વાંકાનેર શહેર ભાજપ ટીમ દ્વારા બ્લડ ડોનેશન અને મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે જ વડાપ્રધાનના જન્મદિવસ નિમિતે બીજી પણ સેવાકીય પ્રવૃતિઓ કરવાનો સંકલ્પ ભાજપ ટીમ દ્વારા કરવામાં આવ્યો છે.

ભાજપ પ્રમુખ પરેશભાઇ મઢવીએ જણાવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો જન્મ દિવસ હોય જે નિમિતે વાંકાનેર શહેર  ભાજપ દ્વારા વિશાશ્રીમાળી તપગચ્છ જૈન ભોજન શાળા દિવાનપરા મેઇન રોડ પેટ્રોલ પંપની સામે વાંકાનેર ખાતે બ્લડ ડોનેશન અને મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમ સાથે આયુષ્યમાન ભારત કાર્ડ, વૃધ્ધાના ઉમરના દાખલા, વેકિસનેશન, કોવિડ ચેકઅપ નિદાન, ડાયાબીટીસ અને બી. પી. ના નિદાન સહિતની કામગીરીઓ તેમજ કેમ્પમાં હાજર હોય તે તમામ દવાઓ પણ દર્દીઓને વિનામૂલ્યે આપવામાં આવશે. આ કેમ્પની સાથોસાથ રાજકોટ સાંસદ સભ્ય મોહનભાઇ કુંડારીયાની ગ્રાન્ટમાંથી વાંકાનેર વિસ્તારના લોકોની ફ્રી સારવાર અને નિદાન કરાશે.

વાંકાનેરને આપવામાં આવેલ બેઝીક લાઇફ સપોર્ટ સિસ્ટમ એટલે કે મીની આઇ. સી. યુ. સાથેની અતિ આધુનિક પ્રકારની એમ્બ્યુલન્સનું પણ લોકાર્પણ વાંકાનેર સીવીલ હોસ્પિટલને કરવામાં આવશે.

આ રકતદાન શિબિર, મેડીકલ કેમ્પ તેમજ સેવાકીય પ્રવૃતિઓનું આયોજન વાંકાનેર મહારાજા તથા વાંકાનેર ભાજપ અગ્રણી કેશરિદેવસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ પરેશભાઇ મઢવી, મહામંત્રી દિપકભાઇ પટેલ, ક્રિપાલસિંહ ઝાલા સહિતના દ્વારા કરવામાં આવશે.

આ પ્રસંગે ડો. મહેન્દ્ર પટેલ એ. એસ. ડો. આહીશ સંપટ એમ. ડી. ડો. બ્રીન્દી ફેફર, ડો. દિક્ષ આર. કાસુદા, ડો. અલ્પેશ ડી. ફેફર એમ. ડી. ડો. ભૂમિ પટેલ, ડી. જીજ્ઞેશ ગોહેલ, એમ. ડી. ડો. મયુર શુકલા, ડો. રાજેશ રામ, ડો. ભૂમિ સુરાણી, ડો. નિખીલ શેઠ, ડો. ડેનિસ સાવલીયા સાથે સ્ટાફ આ પ્રસંગે હાજર રહી અનેક દર્દીઓની સેવામાં જોડાશે.

(1:05 pm IST)