Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

બ્રિજેશ મેરજાને પ્રધાનપદ મળવાના ઉઝળા સંજોગો

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા.૧૬: વર્ષો સુધી જેમણે અનેક મંત્રીઓના મદદનીશ તરિકે સક્રિય રહી વહીવટી કામનો બહોળો અનુભવ મેળવ્યો છે. તેવા વહીવટી કામના અનુભવી ,શિક્ષિત, સાલસ અને બેદાગ છબી ધરાવતા, પોતાનાં મત વિસ્તાર માટે સતત ૧૮-૧૮ કલાક કામ કરતા જેને કર્મઠ- શિક્ષિત- દિક્ષિત ઈમાનદાર અને અનુભવી બ્રિજેશ મેરજા જેવા ધારાસભ્યએ પોતાનાવિસ્તારના મતદારોમાં તો સ્થાન મેળવ્યુંછે સાથો સાથઙ્ગ મોરબી સ્થાનીક સંગઠનથી માંડીને પ્રદેશ સંગઠનમાં પણ દૂધમાં સાકર ભળે તેમભળી જઈને માનભર્યું સ્થાન પ્રાપ્ત કર્યું છે. અને વર્તમાન સમયમાં ગુજરાતની ભાજપ સરકારને સરકારી બાબુઓ ચલાવતા હોવાનો જે નકારાત્મક સંદેશ ગયોછે તેના નિર્મૂલન કરવા પણ મેરજાઙ્ગ જેવા બાહોશ નેતાઓની જરૂર છે.

એક ઉમદા રાજકીય આગેવાન હોવા ઉપરાંત ગત પંચાયતોની ચૂંટણીમાં મોરબી જિલ્લા પંચાયત, જીલ્લાની તાલુકા પંચાયતો, પાલિકાઓમાં કમળને સોળે કળાએ ખીલવી રાજનીતિના ચાણકય અને પીઢ રાજનીતિજ્ઞ હોવાનું પુરવાર કરી અપ્યુતું. અને આજે જયારે જે ઉદ્દેશથી ગુજરાતના રાજકારણમાં ધડમુલથી ધડાધડ અકલ્પનીય ફેરફાર કરવામાં આવી રહ્યાં છે ત્યારે મોરબીના ધારાસભ્ય મેરજા ને તેમની યોગ્યતા મુજબ ગૌરવપૂર્ણ વિભાગના મંત્રી તરીકેની જવાબદારી ચોક્કસ સોંપવામાં આવશે તેવો ઔધોગિક નગરી મોરબી અને મોરનીવસીઓ દ્રઢ વિશ્વાસ વ્યકત કરી રહ્યાં છે. અને જણાવી રહ્યાં છે. ભાજપનાં ગઢ એવા મોરબી ભાજપની કીર્તિમાં એક વધુ પીછું સરકાર ઉમેરશે અને, મેરજાની કાબેલિયત, યોગ્યતા પર ન્યાયની મ્હોર લાગશે તેવી આશા પ્રબળ બની છે.

(1:06 pm IST)