Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

પોરબંદરઃ હાઇવે પર પાણીના વહેણ પસાર કરવા માટેના નાળા નહી બનાવાતા ખેતરો પાણીમાં ડૂબ્યાઃ કોંગ્રેસ દ્વારા રજૂઆત

પોરબંદર તા. ૧૬ :.. દ્વારકા-સોમનાથ નેશનલ હાઇવેના કામમાં અનેક જગ્યાએ ક્ષતીઓ રહી ગઇ છે. તેનો ભોગ સામાન્ય માણસોને બનવું પડે છે. ત્યારે માધવપુરથી મિયાણા સુધીના હાઇવે પર ઓથોરીટીની બેદરકારીના કારણે વરસાદી પાણીનો નિકાલ થતો નહી હોવાથી પાણી ખેતરોમાં ઘુસી ગયા છે. જેના કારણે ચાર હજાર એકર જમીનને મોટુ નુકશાન થયુ છે. તેમ જણાવીને તાલુકા કોંગ્રેસ પ્રમુખ દ્વારા ઉગ્ર રજુઆત કરવામાં આવી છે.

તાલુકા કોંગ્રેસના યુવા પ્રમુખ રાજુભાઇ ભીમાભાઇ ઓડેદરાએ નેશનલ હાઇવે ઓથોરીટીને કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે, કરોડો રૂપીયાના ખર્ચે બનાવાયેલા દ્વારકા-સોમનાથ નેશનલ હાઇવેની ડીઝાઇનમાં ગંભીર ક્ષતીઓ રહી ગઇ છે. નેશનલ હાઇવે ટચ ખેતોના ખેતરોની જમીનની કપાત થઇ હતી તેવા અનેક ખેડૂતો ખેતર પાસે વરસાદી પાણીના નિકાલ માટેના નાળા બનાવાયા નથી. જેથી તંત્રની બેદરકારીને લીધે માધવપુરથી મીયાણી સુધી અંદાજે ચાર હજાર એકર જમીનમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. જેના લીધે ખેડૂતોનો મહામૂલો પાક પાણીમાં ડૂબી ગયો છે.

(1:09 pm IST)