Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

ભેંસાણ, મેંદરડા, વિસાવદર પંથકમાં વરસાદના ઝાપટા

જુનાગઢ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૧૬ : જુનાગઢ જિલ્લાનાં ભેંસાણ, મેંદરડા અને વિસાવદરમાં આજે સવારે હળવાથી ભારે વરસાદના ઝાપટા વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે.

સતત ત્રણ દિવસ મહેર વરસાવ્યા બાદ મંગળવાર બાદથી મેઘરાજાએ જુનાગઢ જિલ્લામાં વિરામ લીધો છે. ગઇકાલે દિવસ દરમિયાન કેશોદમાં ૯ મીમી, જુનાગઢ ૧ મીમી, માંગરોળ પ મીમી, માણાવદર ૪ મીમી તેમજ માળીયા ૩ મીમી અને વિસાવદરમાં ૮ મીમી મળી કુલ ૩૧ મીમી વરસાદ નોંધાતા જિલ્લામાં મોસમનો કુલ વરસાદ ૯૩૯૪ મીમી થયો હતો.

દરમિયાન આજે સવારથી જિલ્લાના ત્રણ તાલુકામાં મેઘરાજાએ ફરી આળસ  મરડી છે. જેથી  સવારના ૬ થી ૧૦માં ચાર કલાકમાં ભેંસાણમાં ૬ મીમી, મેંદરડા ૪ અને વિસાવદરમાં બે મીમી વરસાદ થયો હતો.

જયારે જુનાગઢ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ રહયો હતો.

(1:20 pm IST)