Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

પડધરી પાસે ટ્રકમાંથી ગાંજાનો જથ્થો રૂરલ એસઓજીએ ઝડપી લીધો : બેની ધરપકડ

ટ્રક ડ્રાઇવર કાસમ સાઇચા તથા કલીનર અસ્લમની ધરપકડ

તસ્વીરમાં ગાંજા સાથે પકડાયેલ બન્ને શખ્સો (નીચે બેઠેલ) સાથે રૂરલ એસ.ઓ.જી.નો કાફલો નજરે પડે છે.

રાજકોટ, તા. ૧૯:  પડધરી પાસે ટ્રંકમાંથી ગાંજાનો જથ્થો રૂરલ એસ.ઓ.જી.એ. ઝડપી લઇ ટ્રકના ડ્રાઇવર અને કલીનરની ધરપકડ કરી હતી.

રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક સંદિપસિંહ તથા પોલીસ અધિક્ષક બલરામ મીણા જીલ્લામાં નાર્કોટીકસ અંગે વધુમાં વધુ કેસો કરવા માટે સુચના આપેલ જે અનુસંધાને એસ.ઓ.જી. પો.ઇન્સ. એસ.એમ.જાડેજા, પો. સબ. ઇન્સ. એચ.એમ.રાણા તથા પો.સબ.ઇન્સ. જી.જે. ઝાલા એસ.ઓ.જી.ના સ્ટાફ સાથે પડધરી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એ.એસ.આઇ. ઉપેન્દ્રસિંહ જાડેજા તથા એ.એસ.આઇ. પરવેજભાઇ સમા તથા એ.એસ.આઇ. વિજયભાઇ ચાવડા તથા પો. હેડ કોન્સ. અમીતભાઇ કનેરીયાનાઓને સંયુકત રીતે ખાનગી રાહે હકિકત મળેલ કે અશોક લેલન્ડ કંપનીનો માલ વાહ ટ્રક જેના રજી. નં. જી.જે. -૧૦ ટીએકસ-૭૦૩૭ માં ગેરકાયદેસર રીતે નાર્કોટીકસ-માદક પદાર્થનો જથ્થો રાખી નીકળનાર હોય જે હકિકત આધારે વોચમાં રઇ રેઇડ કરતા આરોપીઓના હવાલાવાળા અશોક લેલન્ડ કંપનીનો માલ વાહક ટ્રક જેના રજી જં. જીજે-૧૦ ટીએકસ-૭૦૩૭ વાળા ટ્રકમાંથી માદક પદાર્થ ગાંજાનો જથ્થો ર કિલો મળી આવતા ડ્રાઇવર કાસમ અનવરભાઇ રહે. સિક્કા નાગાણી બાપુની દરગાહ પાસે જી. જામનગર તથા કલીનર અસ્લમ ઇબ્રાહીમભાઇ માણેક રહે. વાડીનાર વાડીનાર ધાર સરકારી સ્કુલ પાસે તા. ખંભાળીયા ને ટ્રક સહિત ૧પ.૩૦ લાખના મુદ્દામાલ સાથે પકડી પાડી પડધરી પોલીસના હવાલે કર્યા હતા.

(1:24 pm IST)