Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

મોરબી ધારાસભ્ય બ્રિજેશ મેરજા ના પરફોર્મન્સ પર સરકારની મ્હોર. : મંત્રી મંડળમાં સ્થાન મળતા મોરબી જિલ્લામાં ખુશીનો માહોલ.

મોરબી ધારાસભ્ય મેરજાને મંત્રી મંડળમાં સમાવવાના ઉજળા સંજોગોનો આશાવાદ :સટિક કારણો સાથે અકીલામાં પ્રસિદ્ધ કરાયો હતો.:અકિલાના એ સમાચાર પર ગૂજરાત સરકાર અને મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ સહિતની ટીમે મેરજાના સમાચાર પર મહોર લગાવી : શિક્ષિત,- દિક્ષિત, સ્વચ્છ પ્રતિભા ધરાવતા બ્રિજેશ મેરજાને પ્રધાનપદ મળવાના ઉજળા સંજોગો.

મોરબી :  આજે જ્યારે ગુજરાતના નવનિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નવા મંત્રીમંડળના ગઠન સાથે જુના મંત્રીમંડળ સહિતનો ગંજીપો પિચવા જઈ રહ્યો છે ત્યારે વર્તમાન ગૂજરાત ભાજપની સરકારના નવા મંત્રીમંડળની જાહેરાતમાં પણ અનેક આશ્ચર્યો સર્જાશે તેમાં કોઈ સંદેહ નથી.
ગુજરાતની વર્તમાન ભાજપની વાત કરીએ તો તે છેલ્લાં વર્ષોમાં ગુજરાતમાં પોતાનાં મતદારો પરની પક્કડ સરકતી રહીછે અને તેની પાછળ અનેક કારણો છે. જે રિપોર્ટ કેન્દ્રમાં બેઠેલા મોવડીઓ સુધી પહોંચી ગયો છે. અને તેથીજ મુખ્યમંત્રી થીમાંડી મંત્રીઓ, અધિકારીઓના ફેરબદલની પ્રક્રિયા હાથ ધરાઈ છે.
ગુજરાતમાં એન્ટી ઇન્કંબન્સી નો સામનો કરતી સરકાર સામે ગુજરાતમાં પોતાનો જનાધાર વધારવા તરફ આગળ વધતી આમ આદમી પાર્ટી એને ગત વિધાનસભામાં ભાજપથી થોડીજ ઓછી સીટો મેળવનાર કોંગ્રેસ પણ શક્ય તેટલી ભાજપની નબળાઈઓ ઉજાગર કરવા મેદાને છે. અને કોરોના,મોંઘવારી, શિક્ષણ, બેરોજગારી સહિતનાં મજબૂત મુદ્દાઓ સાથે ભાજપને ઘેરી રહીછે.
અને વડાપ્રધાન મોદીના ગઢ અને તેમની પ્રતિષ્ઠા સમાન ગુજરાતમાં  ભાજપ નબળી પડી છે. તેને પૂર્વવત કરી ફરી ૨૦૨૨ મા ગુજરાતનો ગઢ સર કરવા માંટે આ બધી કવાયત ચાલી રહી છે.
ત્યારે વર્સો સુઘી જેમણે અનેક મંત્રીઓના મદદનીશ તરિકે સક્રિય રહી વહીવટી કામનો બહોળો અનુભવ મેળવ્યો છે. તેવા વહીવટી કામના અનુભવી ,શિક્ષિત, સાલસ અને બેદાગ છબી ધરાવતા, પોતાનાં મત વિસ્તાર માટે સતત ૧૮-૧૮ કલાક કામ કરતા જેને કર્મઠ- શિક્ષિત- દિક્ષિત ઈમાનદાર અને અનુભવી બ્રિજેશ મેરજા જેવા ધારાસભ્યએ પોતાનાવિસ્તારના મતદારોમાંતોસ્થાનમેળવ્યુંછે સાથો સાથ  મોરબીસ્થાનીકસંગઠનથી માંડીને પ્રદેશ સંગઠનમાં પણ દૂધમાં સાકર ભળે તેમભળી જઈને માનભર્યું સ્થાન પ્રાપ્ત કર્યું છે.
અને વર્તમાન સમયમાં ગુજરાતની ભાજપ સરકારને સરકારી બાબુઓ ચલાવતા હોવાનો જે નકારાત્મક સંદેશ ગયોછે તેના નિર્મૂલન કરવા પણ મેરજા  જેવા બાહોશ નેતાઓની જરૂર છે.
એક ઉમદા રાજકીય આગેવાન હોવા ઉપરાંત ગત પંચાયતોની ચૂંટણીમાં મોરબી જિલ્લા પંચાયત, જીલ્લાની તાલુકા પંચાયતો, પાલિકાઓમાં કમળને સોળે કળાએ ખીલવી રાજનીતિના ચાણક્ય અને પીઢ રાજનીતિજ્ઞ હોવાનું પુરવાર કરી અપ્યુતું.
અને આજે જ્યારે જે ઉદ્દેશથી ગુજરાતના રાજકારણમાં ધડમુલથી ધડાધડ અકલ્પનીય ફેરફાર કરવામાં આવી રહ્યાં છે ત્યારે મોરબીના ધારાસભ્ય મેરજા ને તેમની યોગ્યતા મુજબ ગૌરવપૂર્ણ વિભાગના મંત્રી તરીકેની જવાબદારી ચોક્કસ સોંપવામાં આવશે તેવો ઔધોગિક નગરી મોરબી અને મોરનીવસીઓ દ્રઢ વિશ્વાસ વ્યક્ત કરી રહ્યાં છે. અને જણાવી રહ્યાં છે.
ભાજપનાં ગઢ એવા મોરબી ભાજપની કીર્તિમાં એક વધુ પીછું સરકાર ઉમેરશે અને,
" મેરજાની કાબેલિયત, યોગ્યતા પર ન્યાયની મ્હોર લાગશે તેવી અમને આશા છે.
અને આજે જ્યારે મેરજા નો મંત્રી મંડળમાં સમાવેશ કરવમાં આવતાં મોરબી જિલ્લામાં હર્ષની લાગણી ફેલાઇ છે.

(1:29 pm IST)