Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

દેવભુમી દ્વારકા જીલ્લાના કલ્યાણપુરમાં પોણો ઇંચઃ ખંભાળીયામાં ગાજવીજ સાથે ધોધમારઃ ૯ તાલુકામાં હળવા-ભારે ઝાપટા

રાજકોટ, તા., ૧૬: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ગઇકાલથી વરસાદનું જોર ઘટયુ છે. આજે સવારથી બપોર સુધીમાં દેવભુમી દ્વારકા જીલ્લાના કલ્યાણપુરમાં સૌથી વધુ પોણો ઇંચ વરસાદ વરસ્યો છે.

જયારે જુનાગઢ જીલ્લાના કેશોદ, જુનાગઢ શહેર, ભેંસાણ, માણાવદર, વંથલી, દેવભુમી દ્વારકા જીલ્લાના ભાણવડ ઉપરાંત જેસર, ગઢડા, તાલાલા ગીર સહીત ૯ તાલુકામાં હળવા-ભારે ઝાપટા વરસ્યા છે.

દરમિયાન ખંભાળીયાના પ્રતિનિધિ કૌશલ સવજાણીના અહેવાલમાં જણાવાયું છે કે આજે બપોરે ૩ વાગ્યાથી ખંભાળીયામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી રહયો છે.

(4:37 pm IST)