Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

ધ્રોલમાં રાઘવજીભાઇ પટેલના ઘરે ખોડીયાર માતાજીનો જયઘોષ

જામનગરઃ જામનગર ગ્રામ્યના ધારાસભ્ય અને ભાજપ અગ્રણી રાઘવજીભાઇ પટેલની રાજય સરકારમાં મંત્રી તરીકે નિમણુંક કરવામાં આવતા સર્વત્ર હરખની હેલી છવાઇ ગઇ છે ત્યારે ધ્રોલ ખાતે તેમના પત્ની કાંતાબેન પટેલે આ ખુશીના સમાચાર સૌને આપ્યા હતા અને ખોડીયાર માતાજીનો જયઘોષ કર્યો હતો અને પુજન-અર્ચન કર્યુ હતું. તસ્વીરમાં પરીવારજનો તથા માતાજીની આરાધના કરતા રાઘવજીભાઇ પટેલના પત્ની કાંતાબેન સહીતના નજરે પડે છે. (તસ્વીર :સંજય ડાંગર)

(4:38 pm IST)