Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

ખંભાળીયામાં બે કલાકમાં ધોધમાર ૩ ઈંચઃ લોધીકામાં ૧ ઈંચ

રાજકોટમાં ધીમીધારે વરસતો વરસાદઃ સૌરાષ્ટ્ર કચ્છના ૧૦ તાલુકામાં હળવા-ભારે ઝાપટા

રાજકોટ, તા. ૧૬ :. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ગઈકાલે આખો દિવસ વરાપ રહ્યા બાદ આજે સવારથી મેઘાવી માહોલ વચ્ચે હળવો-ભારે વરસાદ વરસી જાય છે. આજે બપોરે ૨ થી ૪ દરમિયાન બે કલાકમાં ખંભાળીયામાં ૩ ઈંચ વરસાદ વરસ્યો છે અને રાજકોટ જિલ્લાના લોધીકામાં ૧ ઈંચ વરસાદ પડયો છે.

ખંભાળીયાના પ્રતિનિધિ કૌશલ સવજાણીના અહેવાલમાં જણાવાયુ છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લામા વરસાદી માહોલ યથાવત છે અને બપોરના ૨ વાગ્યાથી ધોધમાર વરસાદ વરસ્યો છે. ભાદરવામાં ભરપૂર વરસાદ વરસતા સીઝનનો ૧૦૦ ટકાથી વધુ વરસાદ પડયો છે. ખંભાળીયા શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે.

આ ઉપરાંત અમરેલી જિલ્લાના ખાંભા, ગીર સોમનાથ જિલ્લાના તાલાળા અને વેરાવળ, રાજકોટ જિલ્લાના જસદણ, પડધરી અને રાજકોટ શહેરમાં હળવા-ભારે ઝાપટા વરસ્યા છે.

આ ઉપરાંત જામનગર જિલ્લાના જામનગર શહેર અને લાલપુરમાં ઝાપટા પડયા છે. સુરેન્દ્રનગર જિલ્લાના મૂળીમાં પણ હળવા ઝાપટા વરસ્યા છે.

રાજકોટમાં સવારથી વાદળછાયુ વાતાવરણ યથાવત છે. આવા વાતાવરણ વચ્ચે હળવા-ભારે ઝાપટા વરસી રહ્યા છે. સવારથી સાંજના ૪ વાગ્યા સુધીમાં રાજકોટમાં ૮ મી.મી. વરસાદ વરસ્યો છે.(

(4:58 pm IST)