Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

મોરબીનાધારાસભ્ય બ્રિજેશ મેરજાને શ્રમ અને રોજગાર, પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રાલય સોપાયા

મોરબી જિલ્લામાં ખુશીની લહેર,કાર્યકરોએ ફટાકડા ફોડી ખુશી વ્યકત કરી.

મોરબી : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં રચાયેલા નવા મંત્રીમંડળમાં સામેલ મંત્રીઓની શપથવિધિમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ૧૦ કેબિનેટ મંત્રીઓ – ૦૫ રાજ્યકક્ષાના (સ્વતંત્ર પ્રભાર) મંત્રીઓ અને ૦૯ રાજ્યકક્ષાના મંત્રીઓને શપથ લેવડાવ્યા હતા

રાજ્યના નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના મંત્રીમંડળની શપથવિધિ ગઇકાલે રાજભવન ખાતે યોજાઈ હતી. ત્યારબાદ સ્વર્ણિમ સંકુલ ખાતે પહેલી કેબિનેટ બેઠક મળી હતી. બેઠક બાદ તમામને ખાતાની ફાળવણી કરાઈ છે. જેમાં મોરબી-માળિયાના ધારાસભ્ય બ્રિજેશ મેરજાને શ્રમ, રોજગાર, પંચાયત(સ્વતંત્ર હવાલો) તેમજ ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસના મંત્રી બનાવવામાં આવ્યા છે.

(12:20 am IST)