Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

મોરબીનાધારાસભ્ય બ્રિજેશ મેરજાને શ્રમ અને રોજગાર, પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રાલય સોપાયા.: જાણો બ્રિજેશ મેરજાની યશસ્વી સફર

મોરબી માળિયાના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાનો જન્મ તા. ૦૧-૦૩-૧૯૫૮ ના રોજ માળિયા તાલુકાના ચમનપર ગામે થયો હોય બ્રિજેશભાઈ મેરજા પોસ્ટ ગ્રેજયુએશન ડીપ્લોમાં ઇન જર્નાલીઝમ સુધીના ઉચ્ચ અભ્યાસ બાદ પબ્લિક રીલેશન ઓફિસર તરીકે પાંચ વર્ષ કાર્યરત રહ્યા બાદ ૧૯૮૫ થી ૨૦૦૭ સુધી ગુજરાત સરકારમાં મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીથી લઈને નરેન્દ્ર મોદી સુધીના એક ડઝન મંત્રી મંડળમાં જુદા જુદા પ્રધાનોના સચિવ તરીકે સચિવાલયમાં જાહેર વહીવટનો બહોળો અનુભવ ધરાવે છે

તો જાહેરસેવા ઉપરાંત બ્રિજેશભાઈ મેરજા વિવિધ સામાજિક અને સેવાકીય પ્રવૃતિઓ સાથે પણ જોડાયેલા રહ્યા છે. જયેષ્ઠ પુત્ર ડો. પ્રશાંતની સ્મૃતિમાં દર વર્ષે સેવાકેમ્પ કરી જન સેવા એ જ પ્રભુસેવા ઉક્તિને સાર્થક કરી રહ્યા છે. વર્ષ ૨૦૦૭ થી રાજકારણમાં પ્રવેશ કર્યા બાદ બ્રિજેશભાઈ મેરજાએ બે વાર મોરબી માળિયા (મી) ના ધારાસભ્ય તરીકે ચુંટાઈ આવી,સતત પોતાના મત વિસ્તારનાં કામો કરવા ૧૮-૧૮ કલાક કાર્યરત રહ્યા છે.

(12:25 am IST)