Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

વાંકાનેરના ચેતનગીરી ગોસ્‍વામીની પ્રદેશ યુવા ભાજપમાં આમંત્રીત સદસ્‍ય તરીકે નિમણુકઃ જ્ઞાતિ દ્વારા સન્‍માન

(નિલેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા. ૧૬ : દશનામી ગોસ્‍વામી સમાજના ઉત્‍સાહી ચેતનગીરી સુરેશગીરી ગોસ્‍વામીની ભારતીય જનતા પાર્ટીએ તેમના કાર્યની નોંધ લઇ પ્રદેશ કક્ષાએ યુવા ભાજપમાં આમંત્રીત સદસ્‍ય તરીકે નિમણુક કરતા દશનામી ગોસ્‍વામી સમાજ અને મિત્ર વર્તુળમાં આનંદની લાગણી પ્રસરી છે.
નાનપણથી આર. એસ. એસ.ના સક્રિય કાર્યકર અને વર્તમાન સમયમાં ભાજપમાં રહી નિષ્‍ઠાપૂર્વક તેમની કામગીરી કરી છે તેની ક્રમસર ભાજપ મોવડી મંડળે નોંધ લીધી છે. ગત ટર્મમાં તેઓ મોરબી જીલ્લા યુવા ભાજપમાં મહામંત્રીપદે રહી પ્રજાના કાર્યો કર્યા છે.
પક્ષનો હોદો હોય કે ન હોય નિષ્‍ઠા પૂર્વક સક્રિય કાર્યકતા તરીકે પક્ષને મજબુત કરવા સમાજ સેવાના કાર્યા કરવા તેમનો જીવન મંત્ર બની ગયો છે. ઉત્‍સાહી કાર્યકતા ચેતનગીરી ગોસ્‍વામીની પ્રદેશ ભાજપમાં પણ નોંધ લેવાય છે અને તેમની પ્રદેશ યુવા ભાજપમાં આમંત્રીત સભ્‍ય તરીકે નિમણુક થતા વાંકાનેર દશનામી ગૌસ્‍વામી યુવા ગ્રુપ દ્વારા તેમનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું. તેઓ રાજકીય ક્ષેત્રમાં આગળ વધે તેવી સૌએ શુભેચ્‍છા આપી હતી.

 

(10:06 am IST)