Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

ગોંડલના રાજમાર્ગો પર બિલાડીના ટોપની જેમ ફુટી નીકળેલા નોનવેજ ઇંડાની લારી બંધ કરાવવા માંગ

રાજકોટના મેયર પ્રદીપ ડવને ગોંડલ નગરપાલિકા પ્રમુખ પદે બિરાજમાન થવા કોંગ્રેસનું આમંત્રણ

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ,તા. ૧૬ : ગોંડલ નગરપાલિકાના પૂર્વ સદસ્ય, નાગરિક બેંકના પૂર્વ ચેરમેન ધારાશાસ્ત્રી યતિષભાઈ દેસાઈએ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર પ્રદીપભાઈ દવને પત્ર લખી આભાર વ્યકત કરતા જણાવ્યું હતું કે રાજકોટ શહેરના જાહેર માર્ગો રહેઠાણ ધાર્મિક શૈક્ષણિક સંસ્થાઓની આસપાસ ચાલતી નોનવેજ ઈંડાની લારીઓ બંધ કરવાના નિર્ણય ખુબ જ સરાહનીય છે ગોંડલ શહેરના વિવિધ રાજમાર્ગો પર બિલાડીના ટોપની માફક નોનવેજ ઈંડાની લારીઓ ખડકાઈ જવા પામી છે આ તકે થોડા સમય માટે ગોંડલ નગરપાલિકાના પ્રમુખ પદે નિયુકત થઇ ગોંડલ શહેરના રાજમાર્ગો પર ચાલતી નોનવેજ ઈંડાની લારીઓ બંધ કરાવો તે ઇચ્છનીય છે અથવા તો ગોંડલ નગરપાલિકાના સત્ત્।ાધીશો આપ દ્વારા લેવાયેલા નિર્ણયની સરાહનીય કરી ગોંડલમાં પણ આ નિર્ણય લે તેઓ ગોંડલની જનતા ઈચ્છી રહી છે.

(10:47 am IST)