Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

થાનગઢમાં ભગીરથ ધાધલે ખાતરના ડેપોમાં ઝેર પીધું: રાજકોટ ખસેડાયો

રાજકોટ તા. ૧૬: થાનગઢમાં રહેતાં ભગીરથ કનુભાઇ ધાધલ (ઉ.વ.૨૮) નામના યુવાને તે ગામમાં સરકારી હોસ્‍પિટલ પાસે આવેલા સરદાર ખાતર ડેપોમાં કામ કરતો હોઇ એ સ્‍થળે કોઇ ઝેરી દવા પી લેતાં થાન સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે થાન પોલીસને જાણ કરી હતી.
ભગીરથને સિવિલમાંથી વધુ સારવાર માટે ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાયો છે. તે બે ભાઇમાં મોટો છે અને સંતાનમાં એક પુત્ર તથા એક પુત્રી છે. ઝેર પીવું પડે તેવું કોઇ કારણ નહિ હોવાનું સ્‍વજનોએ કહ્યું હતું. ભગીરથ ભાનમાં આવ્‍યા બાદ પોલીસ નિવેદન નોંધી કારણ અંગે તપાસ કરશે.

 

(11:05 am IST)