Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

ભુણાવાના પાટીયે ચીકનની લારી રાખવા મામલે ગોંડલના હનીફ બાબી પર હુમલો

ધંધાખારને લીધે ગોંડલના અસ્‍ફાક અને અસલમે છરીના ઘા ઝીંક્‍યા

રાજકોટ તા. ૧૬: ગોંડલના ભુણાવાના પાટીયે ચીકનની લારી રાખવાના મનદુઃખમાં ગોંડલના આધેડ પર ગોંડલના જ સહધંધાર્થીઓએ છરીથી હુમલો કરી ઇજા કરતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં.
જાણવા મળ્‍યા મુજબ ગોંડલ સામા કાંઠે ભગવતપરા કડીયા લાઇન ચુનારા શેરીમાં રહેતાં હાજીહનીફભાઇ ઇબ્રાહીમભાઇ બાબી (ઉ.વ.૪૮) પર અસ્‍ફાક અખ્‍તરભાઇ કાદરી અને અસલમ અખ્‍તરભાઇએ મળી હુમલો કરી છરીથી ઇજા કરતાં ગોંડલ સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાતાં ચોકીના સ્‍ટાફે ગોંડલ સીટી પોલીસને જાણ કરી હતી.
હાજી હનીફભાઇના સગા મુસ્‍તુફાભાઇના કહેવા મુજબ ભુણાવાના પાટીયે અસ્‍ફાક અને અસ્‍લમને ચીકનની લારી છે. હાજીહનીફભાઇએ પણ તેનાથી થોડે દૂર ચીકનની લારી ચાલુ કરી હતી. આ લારી અસ્‍ફાક અને અસલમે બંધ કરાવી દીધી હતી અને હવે ત્‍યાં બંધ લારી-કેબીન પડી હોઇ તે પણ ઉપાડી લેવાનું કહી ઝઘડો કરી છરીથી હુમલો કર્યો હતો. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.

 

(11:05 am IST)