Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

સમસ્ત સુન્ની મુસ્લિમ જમાતના એલાનના પગલે ધોરાજીમાં મુસ્લિમ સમાજે બંધ પાળીને વિરોધ દર્શાવ્યો

(ધર્મેન્દ્ર બાબરીયા દ્વારા) ધોરાજી,તા. ૧૬ : ધોરાજી સાદાત જમાત અને સમસ્ત સુન્ની મુસ્લિમ જમાતના બંધના એલાન ના પગલે ધોરાજી મૂસલીમ સમાજે સજ્જડ બંધ પાડી વિરોધ દર્શાવ્યો ઈસલામ ધર્મના મહાન પયગંબર સાહેબ વિષે અપમાનજનક શબ્દો ઉચચારનાર શેતાન વસીમ રિઝવી વિરુદ્ઘ ફરિયાદ દાખલ કરી ધરપકડની માંગ સાથે આજરોજ સાદાત જમાત અને સમસ્ત સુન્ની મુસ્લિમ જમાતના બંધની વિનંતીને પગલે શહેર મુસ્લિમ સમાજઙ્ગના નાના મોટા સૌ કોઈ વેપારી ઓ એ સજ્જડ બંધ રાખેલ હતુ. માજી ઉપ પ્રમુખ મકબુલભાઈ ગરાણા અને સામાજીક કાર્યકર આરીફભાઈ ભેસાણીયાએ મીડીયા સાથેની વાતચીતમા જણાવ્યુ હતુ કે વસીમ રીજવી એ તેના ઈન્ટરવ્યુ દરમિયાન ઈસલામના મહાન પયગંબર સાહેબના જીવન ચરિત્ર બાબતે ખૂબજ અપમાનજનક શબ્દો ઉચારી પયગંબર સાહેબની શાન ગુસ્તાખી કરી ઈસલામ ધર્મનું અપમાન કરી મુસ્લિમોની લાગણીને ઠેસ પહોંચાડી ગંભીર ગુનો કરેલ હોય અને આ વસીમ રિઝવી દુરા અગાઉ પણ કુરઆન શરીફ માથી ૨૬ આયતો દુર કરવા સુપ્રીમ કોર્ટ મા અરજી દાખલ કરવામા આવેલ હતી જે અરજી સુપ્રીમ કોર્ટ દુરા રદ કરવામા આવેલ હતી. આ શેતાન વસીમ રીજવી દ્વારા અવારનવાર પયગંબર સાહેબ અને ઈસલામ ધર્મની પવિત્ર કિતાબ કુરઆન શરીફ વિશે અપમાનજનક ટીપ્પણી ઓ કરી ધાર્મિક લિગણી દુભાવતો હોય વસીમ રીજવી સામે ધોરણસરની ફરિયાદ દાખલ કરી તાત્કાલીક ધરપકડ કરી જેલ હવાલે કરવા માંગ કરી હતી. આ તકે સાદાત જમાત ના પ્રમુખ સૈયદ બાવાબાપુ, સુન્ની મુસ્લિમ જમાતના પ્રમુખ યાસીનભાઈ નાલબંધ, માજી ઉપ પ્રમુખ મકબુલભાઈ ગરાણા, મેમણ જમાતના પ્રમુખ હાજી અફરોઝભાઈ લકકડકુટા, આરીફભાઈ ભેસાણીયા, હાજીબાસીતભાઈ પાનવાલા હાજીરજાકભાઈ ઘોડી બસીરબાપુ સૈયદ રૂસ્તમ વાળા, ઈકબાલબાપુ સૈયદવકીલ નાયબબાપુ સૈયદ, કાસમભાઈ ખુરેશી, બોદુભાઈ ચૌહાણ, હમીદભાઈ ગોડીલ, સબીરભાઈ ગરાણા અબ્દુલભાઈનાલબંધ મતીન બાપુ સૈયદ સહિતના અગ્રણીઓ એ સર્વે મૂસ્લીમ વેપારી ભાઈઓનો આભાર વ્યકત કરેલ હતો. અને કડક કાર્યવાહી કરવા માંગણી કરેલ હતી.

(11:17 am IST)