Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

ગોંડલ આશાપુરા ડેમનો પુલ રીપેર કરવા કોંગ્રેસની માંગ

ગોંડલ : શહેર યુવા કોંગ્રેસ પ્રમુખ ધર્મેશ બુટાણી, મોહિત પાંભર, નૈમિષ રૈયાણી સહિતના કોંગ્રેસીઓ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી માંગ કરવામાં આવી હતી. કે ચોમાસા દરમિયાન અતિ ભારે વરસાદના કારણે ગોંડલ-રાજકોટ નેશનલ હાઇવે ઉપરથી સુરેશ્વર મંદિરે જતા આશાપુરા ડેમ પરનો પુલ તૂટી ગયેલો છે જેને રીપેર કરવાની તાતી જરૂરીયાત છે. કારણ કે આ પુલ પરથી જસદણ-અમદાવાદ તરફ તેમજ રાજકોટ તરફ બાયપાસ થતા વાહનો પસાર થઇ શકે છે. હાલ પુલ પરથી પસાર થવું અશકય હોય તાકીદે રીપેર કરવાની જરૂરીયાત છે.

(11:38 am IST)