Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

જીલ્લા ભાજપ દ્વારા ગોંડલ ખાતે યોજાયું સ્નેહમિલન

  ગોંડલ :નવા માર્કેટ યાર્ડ ખાતે જીલ્લા ભાજપ દ્વારા જીલ્લા કક્ષા ના સ્નેહમિલનનુ આયોજન કરાયુ હતુ. સ્નેહમિલનમાં ઉપસ્થિત કેબીનેટ મંત્રી જીતુભાઇ વાદ્યાણી એ આગામી વર્ષ ચુંટણી નુ વર્ષ હોય કાયઁકર્તાઓ ને કામે લાગી જવા ઉધ્બોધનમાં જણાવ્યુ હતુ.સ્નેહમિલન કાર્યક્રમ માં પ્રદેશ સંગઠન સહ પ્રભારી સુધીર ગુપ્તા,પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડા,સાંસદ મોહનભાઈ કુંડારીયા,રમેશભાઈ ધડુક,જીલ્લા પ્રભારી રક્ષાબેન બોળીયા,મહેન્દ્રસિહ સરવૈયા, યુવા અગ્રણી ગણેશભાઈ જાડેજા, ડો.કથીરીયા, યુવા મોરચા પ્રમુખ પ્રશાંત કોરાટ,ધારાસભ્યો જયેશભાઈ રાદડીયા,લાખાભાઈ સાગઠીયા,કુરજીભાઈ બાવળીયા,જીલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરીયા,ભુપતભાઈ બોદર સહીત આગેવાનો હાજર રહ્યા હતા અને નવા વર્ષ ની શૂભેચ્છાઓ પાઠવી હતી.જીલ્લા કક્ષા ના સ્નેહમિલન કાર્યક્રમ ને સફળ બનાવવા નાગરીક બેંક ચેરમેન અશોકભાઈ પીપળીયા,પ્રફુલભાઈ ટોળીયા,અલ્પેશભાઈ ઢોલરીયા ની યુવા ત્રિપુટી એ જહેમત ઉઠાવી હતી. (તસ્વીરઃ જીતેન્દ્ર આચાર્ય)

(11:52 am IST)