Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

અગવડતાને કારણે અનેક શ્રધ્ધાળુઓ ગિરનાર પરિક્રમા પૂર્ણ કર્યા વગર રવાના

૪૦ હજારથી વધુ ભાવિકોએ પરિક્રમા કરી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૬ :.. આ વર્ષે ગીરનાર પરિક્રમામાં અનેક પ્રકારની અગવડતા હોવાની બુમ શ્રધ્ધાળુઓમાંથી ઉઠાવ પામી છે.

જેને લઇ અનેક ભાવિકો પરિક્રમા પુર્ણ કર્યા વગર રવાના થઇ ગયા હોવાનું જાણવા મળેલ છે.

અનેક વિટંબણાઓ વચ્ચે દેવ દિવાળીની રાતથી ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ થયેલ અને વહેલી સવારનાં ૪ વાગ્યે ભાવિકોને પરિક્રમાનાં રૂટ પર પ્રવેશ અપાયો હતો. જેના કારણે મોટાભાગનાં ભાવિકો મુશ્કેલીમાં મુકાય ગયા હતાં.

આ વર્ષે મણ ૪૦૦-૪૦૦ના જુથને પરીક્રમા માટે એન્ટ્રી આપવામાં આવી હતી. તંત્રએ વ્યવસ્થા કર્યાનો દાવો કર્યો હતો.

પરંતુ પરિક્રમાના રૂટ પર પ્રાથમીક વ્યવસ્થા ખાસ કરીને રુટ ખાતે લાઇટની સગવડ હોવાથી શ્રધ્ધાળુઓને પરેશાન થવુ પડયું છે.

મોટાભાગના ભાવીકો આગેવાનોલઇ પરીક્રમા પ્રથમ પડાવ જીણા બાવાની મઢી ખાતેથી જ પરીક્રમા પુર્ણ કર્યા વિના જ વતન ભણી રવાના થઇ ગયાહોવાનું જાણવા મળેલ છે.

દરમ્યાન ૪૦ હજારથી વધુ  ભાવીકોએ પરીક્રમા પુર્ણ કરી હોવાના પણ સમજાય છે.

(11:52 am IST)