Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

મોરબીના ઘુટું ગામ પાસે ટ્રેલરે બાઇકને હડફેટે લેતા સંજયભાઇ સનુરાનું મોત

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૧૬ : મોરબીના ઘુટુ ગામ નજીક ટ્રેલરના ચાલકે બાઈકને હડફેટે લેતા બાઈક ચાલકનું મૃત્યુ નીપજયું હતું.

મળતી માહિતી મુજબ મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં રહેતા સંજયભાઈ સનુંરા પોતાની મોટર સાઈકલ જીજે ૩૬ એએ ૬૪૪૭ લઈને જતો હોય દરમિયાન મોરબીના ઘુટું ગામ નજીક ટ્રેલર આરજે જીડી ૨૬૪૫ ના ચાલકે તેને હડફેટે લઈને ગંભીર ઈજાઓ પહોચાડતા સંજયભાઈનું મૃત્યુ નીપજયું હતું  જે મામલે મૃતક સંજયભાઈના ભાઈ સુરેશભાઈ નારણભાઈ સનુરા એ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે તો મોરબી તાલુકા પોલીસે ટ્રેલર ચાલક વિરૂદ્ઘ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(12:52 pm IST)