Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

જુનાગઢ ઝુમાં વધુ એક સિંહણે પાંચ બચ્ચાને જન્મ આપ્યો

માતા અને પાંચેય સિંહ બાળ તંદુરસ્ત : સિંહ બાળની સંખ્યા વધીને ર૪ થઇ

(વિનુ જોશી) જુનાગઢ, તા., ૧૬: જુનાગઢ ઝુમાં વધુ એક સિંહણે પાંચ બચ્ચાને જન્મ આપતા ઝુના સ્ટાફમાં ખુશી વ્યાપી ગઇ છે.

સીસીએફ ડી.ટી.વસાવડાએ સવારે અકિલા સાથેની ટેલીફોનીક વાતચીતમાં જણાવેલ કે જુનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની વધુ એક સિંહણને પારણુ બંધાયું છે. આ સિંંહણે પાંચ તંદુરસ્ત બચ્ચાને જન્મ આપ્યો છે. તમામની તબિયત ખુબ જ સારી છે.

સિંહણ અને તેમના પાંચ નવજાત સિંહ બાળની ઝુના સ્ટાફ દ્વારા કાળજી લેવામાં આવી રહી છે. અને સતત મોનીટરીંગ કરવામાં આવી રહયું છે.

દરમ્યાન જુનાગઢ ઝુમાં પાંચ સિંહ બાળનો ઉમેરો થતા તેની સંખ્યા વધીને ર૪ થવા પામી છે.

(12:56 pm IST)