Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

ગીર સોમનાથ જીલ્લાના તાલાલાના ધાવાગામ પાસે રૂ.૮.૧૭ લાખનો દારૂના લાખનો દારૂના જથ્થા સાથે અરવિંદ રામોલીયાની ધરપકડ

(વિનુ જાષી દ્વારા) જુનાગઢ તા.૧૬ : નાયબ પોલીસ મહાનિરિક્ષકશ્રી મનીન્દરપ્રતાપસિંગ પવારની જુનાગઢ રેન્જ, જુનાગઢનાઓની સુચના અનુસાર દારૂ/જુગારની પ્રવૃતિ સંપુર્ણ નેસ્ત નાબુદ કરી કડક કાર્યવાહી કરવા તથા પોલીસ અધીક્ષક શ્રીરાહુલ ત્રીપાઠીના આદેશ મુજબ તથા મદદની પોલીસ અધિક્ષક વેરાવળ શ્રી ઓમ પ્રકાશ જાટની રાહબરી તેમજ અજ.પો.ઇન્સ.કે.ઍચ. ચૌધરીની સહયોગથી આજરોજ મોડી રાત્રીના સમયે પો.હેઙ કોન્સ. જે.ડી. પરમારને ચોકકસ બાતમીરાહે હકીકત મળેલ કે ધાવા ગામે સુરવા રોડ પર આવેલ વોકળાની બાજુમાં આવેલ વાડી માલીક અરવિંદભાઇ બાબુભાઇ રામીલયા રહે. જશાધાર વાળા પોતાના કબ્જા ભોગવટાની આંબાના બગીચા વાળી વાડીમાં આવેલ ગોડાઉનમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની જથ્થો રાખેલ જેથી તાલાલા પોલીસ સ્ટેશનના પો.સબ ઇન્સ. શ્રી ઍમ.કે. મકવાણાની સાથે ઍ.ઍસ.અઇ. ઍલ.બી. બાંભણીયા તથા ડી.આર. બાંભણીયા તથા પો.હેડ કોન્સ જે.ડી. પરમાર તથા ગોપાલભાઇ મકવાણા તથા બાબુભાઇ ડોડીયા તથા પો.કો. મહેશભાઇ સોસાઍ રીતેના પો.સ્ટાફના માણસો તાલાલા પો.સ્ટે.થી હકીકત આધરે રેઇડ કરતા સદરહું જગ્યાઍથી આરોપી નં. ૧ અરવિંદભાઇ બાબુભાઇ રામોલીયા રહે. જશાધાર તા.તાલાળા  વાળાની વાડીઍથી વિદેશી દારૂની સીંગ્રામ રોયલ સ્ટંગ કલાસીક વ્હીસ્કી બોટલ નંગ ૧૬૮ ની કિ. રૂ. ૬૭,ર૦૦ ની તથા સીંગ્રામ રોયલ સ્ટંગ કલાસીક વ્હીસ્કી બોટલો નંગ-૧ર૦૦ જેની કિં. રૂ. ૧,ર૦,૦૦૦ તથા રોયલ ચેલેન્જ ફાઇનેસ્ટ પ્રીમીયમ વ્હીસ્કી બોટલ નંગ-૧૬૮ ની કિ. રૂ. ૮૭૩૬૦ ની તથા સીંગ્રામ ઇમ્પીરીયલ બોટલો નંગ ૬૦ જેની કિ. રૂ. ર૧,૬૦૦ ની તથા ક્રિમ્પીસ સ્પેશીયલ વ્હીસ્કી દમણ બનાવટની કંપની શીલ પેક-૧૮૦ ઍમ. ઍલ. ની બોટલો નંગ ૪૭પર કિ. રૂ. ૪,૭પ,ર૦૦ ની તથા હેવર્ડ પ૦૦૦ સુપર સ્ટ્રોîગ બીયર ર ટીન નંગ ૧૪૪ જેની કિ. રૂ. ૧૪૪૦૦ ની તથા કિંગફીશર સ્ટ્રોîગ પ્રીમીયમ બીયર ટીન નં. ૭ર, જેની કિં. રૂ. ૭ર૦૦ ગણી કુલ પ્રોહી. મુદામાલ કિ. રૂ. ૭,૯ર,૯૬૦ નો તથા મો. કિ. રૂ. રપ,૦૦૦ મળી કુલ બોટલ નંગ ૬૩૪૮ તથા બીયર નં. ર૧૬ હોય જે કુલ પેટી-૧૬૬ જેની કુલ કિ. રૂ. ૮,૧૭,૯૬૦ ના મુદામાલ સાથે ત્હો. નં. ૧ અરવિંદભાઇ બાબુભાઇ રામોલીયા રહે. જશાધાર નાઓ હાજર મળી આવી તથા ત્હો. નં. ર રસીકભાઇ જીણાભાઇ બાંભણીયા રહે. અંજાર તા. ઉના હાજરી નહી મળી આવી પકડી પાડી ગણનાપાત્ર કેસ અંગેની સફળ રેઇડ કરી જે અંગે તાલાલા પો. સ્ટે.માં ધોરણસરની કાર્યવાહી કરી પ્રોહી. ઍકટ ક. ૬પઇ-૮૧ મુજબ ગુન્હો દાખલ કરવામાં આવેલ છે. આ કામની આગળની તપાસ તાલાલા પો. સ્ટે.ના અજ. પો. ઇન્સ. કે. ઍચ. ચૌધરી નાઓ ચલાવી રહ્ના છે. (૬.ર)

(5:07 pm IST)