Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

કચ્છના મુન્દ્રા ના ધમધમતા ઝીરો પોઇન્ટ વિસ્તાર માં 8 લાખ ની ચોરી

3 જણા સામેની હોટલ માં જમવા ગયા અને તસ્કરે પાર્ક કરેલ કાર ની પાછળ ની સીટ ના કાચ તોડી લાખ રૂપિયા ની ચોરી કરી: કાર ના કાચ પથ્થર થી તોડતા અવાજ થતા બુમાબુમ થઈ અને શખ્સ નાસી ગયો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૬ મુન્દ્રા ઝીરો પોઇન્ટ પોલીસ સ્ટેશન ના થોડા અંતરે તકદીર ચિકન સેન્ટર આવેલો છે.. તેના માલિક ફરિયાદી ઇસ્માઇલ કાસમ અબડા તેમની હોટલ માં જમવા ગયા હતા બાદ માં દોઢ વાગ્યાં ના અરસા માં એક શખ્સ બાઈક પર આવી આંટાફેરા કરતો સી સી ટીવી માં જોવા મળ્યો હતો..

તેમજ પથ્થર વડે કરીએટા કાર ના પાછળ ના કાચ તોડી પ્લાસ્ટિક ના ઝબલા માં રાખેલ 8 લાખ રૂપિયા ની ચોરી કરી નાસી ગયો હતો..

બનાવ ની વધુ મળતી વિગતો મુજબ ફરિયાદી કાસમ ઇસ્માઈલ અબડા અંજાર તાલુકા ના મથડા ગામના વતની છે અને ઝીરો પોઇન્ટ પર તેમની તકદીર ચિકન સેન્ટર દુકાન છે..

આજે બપોરે જમી ને તેમના ફુઈ ના છોકરા અને ધ્રબ ગામના ઓસમાણ આગરીયા સાથે તેમની ક્રિએતા કાર માં અંજાર જવાના હતા એ દરમ્યાન આજે બપોરે આ બનાવ બન્યો હતો..

મુન્દ્રા ના ધમદમતા ઝીરો પોઇન્ટ વિસ્તાર માં ઝીરો પોઇન્ટ પોલીસ ચોકી થી થોડેક દૂર આઘટના બનતા પોલીસ તંત્ર માં દોડધામ મચી જવા પામી હતી..

બનાવ બનતા મુન્દ્રા પોલીસ મથક ના ઇન્ચાર્જ પી આઈ સામત ભાઈ મહેશ્વરી, સંજય સિંહ જાડેજા,તેમજ ડી સ્ટાફના મહીપત સિંહ વાઘેલા તેમજ પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે..

આ ઘરના ની એકદમ નજીક સી સી ટીવી કેમેરો આવેલ છે. તે કેમેરા ના ફૂટેજ થી પોલીસ એ તપાસ નો ધમધમાટ હાથ ધર્યો છે..

બનાવ ની વિગતો મુજબ ફરિયાદી કાસમ ઇસ્માઈલ અબડા અને ઓસમાણ આગરીયા બાજુ ની એક બેન્ક માં રૂપિયા ઉપાડી બાદ માં તેમની હોટલ માં જમવા ગયા હતા..

મુન્દ્રા ના ઝીરોપોઇન્ટ નજીક બનાવ બાદ ધ્રબ ગામના સરપંચ અબ્દુલ રહેમાન તુર્ક,ઉપસરપંચ અસલમ તુર્ક.રફીક તુર્ક, અશરફ તુર્ક સહીત ના અગ્રણીઓ સ્થળ પર દોડી આવ્યા હતા..

પોલીસ એ આરોપી ને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે...

તેમજ ઘટના ની સી સી ટીવી કેમેરા ના ફૂટેજ ની રાહ જોવાઈ રહી છે.(તસ્વીર-અહેવાલ: રાજ સંધવી - મુન્દ્રા )

(5:47 pm IST)