Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

પોરબંદર જિલ્લામાં કોવીડ-૧૯થી થયેલ મૃત્યુ અંગે સતાવાર દસ્તાવેજ મેળવવા અરજી કરી શકાશે

ડિઝાસ્ટર શાખા દ્વારા નાગરિકો જોગ માર્ગદર્શિકા જાહેર કરાઈ

પોરબંદર:સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણવિભાગ,ગાંધીનગરનાતા.૨૯/ ૧૦/૨૦૨૧ના ઠરાવથી જે કોઇ ઇસમનું કોવિડ-૧૯ સંક્રમણના કારણેઅવશાન થયેલ હોય તેવા કિસ્સામાં COVID-19 મૃત્યુ સંબંધીત સત્તાવાર દસ્તાવેજજારી કરવા માર્ગદર્શીકા જાહેર કરવામાં આવેલ છે. જે ઠરાવ સરકારશ્રીની આરોગ્યપરિવાર કલ્યાણ વિભાગ,ની વેબસાઇટ www.gujhealth.gujarat.gov.in પર ઉપલબ્ધ છે.

 COVID-19 મૃત્યુ સંબંધીત સત્તાવાર દસ્તાવેજ ક્યાં છે?
૧. જે વિસ્તારમાં ઇસમનું અવસાન થયેલ હોય તે વિસ્તારના જન્મમરણ રજીસ્ટ્રાર પાસેથી
મેળવેલ ફોર્મ નં.૪/૪એ (Medical Certificate of Cause of Death)ની નકલ જેમાં
મૃત્યુનું કારણમાં કોવિડ-૧૯ના કારણે થયેલ દર્શાવેલ હોય તે COVID-19 મૃત્યુ સંબંધીત સત્તાવાર દસ્તાવેજ મેળવવા કોણ અરજી શકે છે?
૧. જે કોઇ ઇસમનું કોવિડ–૧૯ના કારણે અવસાન થયેલ હોય પરંતુ હોસ્પિટલ/ડોક્ટર દ્વારા
મળેલ મૃત્યુના કારણ અંગેના પ્રમાણપત્ર સામે વાંધો હોય.
૨. અરજદારશ્રીને હોસ્પિટલમાંથી મૃત્યુના કારણ અંગે પ્રમાણપત્ર મળેલ ન હોય
૩. કોવિડ-૧૯ સંક્રમિત વ્યક્તીનું ઘરે અવશાન થયેલ હોય અને મૃત્યુના કારણ અંગેનું

પ્રમાણપત્ર કે અન્ય આધાર-પુરાવા ધરાવતા ન હોય તેવા કિસ્સામાં

COVID-19 મૃત્યુ સંબંધીત સત્તાવાર દસ્તાવેજ મેળવવા અરજી માટે ક્યા ડોક્યુમેન્ટ

સામેલ કરવાના રહેશે?
૧. જે કિસ્સામાં હોસ્પિટલ/ડોકટર દ્વારા મળેલ મૃત્યુના કારણ અંગેના પ્રમાણપત્રમાં દર્શાવેલ
કારણ સામે વાંધો હોય તો તેવા કિસ્સામાં મળેલ પ્રમાણપત્રની નકલ
૨, હોસ્પિટલમાં દાખલ થયેલ દર્દીના ઇન્ડોર કેસ પેપરની નકલ
ઘરેમૃત્યુ થયેલ હોય તેવા કિસ્સામાં દર્દીએ જે સ્થાનીક તબીબની સારવાર લીધી હોય તેનીવિગતો અને આધાર-પુરાવા
૪. દર્દીના કરવામાં આવેલ વિવિધ પ્રકારના રીપોર્ટ જેવા કે લેબોરેટરી પરિક્ષણ,રેડીયોલોજી
પરિક્ષણ વિગેરે રીપોર્ટર
૫. મરણ પ્રમાણપત્ર તથા અન્ય ર લગ્ન પુરાવાઓ.
૫. નિયત પરિશીષ્ટ-૩માં અરજી ફોર્મ તમામ વિગતો સાથે ભરીને રજુ કરવાનું રહેશે.
 COVID-19 મૃત્યુ સંબંધીત સત્તાવાર દસ્તાવેજ મેળવવા અરજી કરવાનું સ્થળ
નિયત નમુનાની અરજી ફોર્મ (પરિશીષ્ટ-૩)માં તમામ વિગતો ભરી જરૂરી ડોક્યુમેન્ટ સાથે
કલેકટર કચેરી,ડીઝાસ્ટર મેનેજમેન્ટ શાખા,સાંદિપની રોડ, જિલ્લા સેવા સદન-૨ની
બાજુમાં, પોરબંદર ખાતે અરજી કરવાની રહેશે. અરજી ફોર્મનો નમુનો  કચેરીખાતેથી મેળવી શકાશે.

(12:56 am IST)