Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

કલકાણી પરિવારના મોભી જાદવભાઇ કલકાણી દ્વારા જેે બી કોટન ગરણી ગામે પૂર્વ ધારાસભ્ય બાવકુભાઇ ઉંઘાડનું સન્માન

જાગૃત અને લોકો પ્રિય પૂર્વ ધારાસભ્ય બાવકુભાઇ ઉધાડની કામગીરીને બિરદાવી

(દિપક કનૈયા દ્વારા) બાબરા,તા. ૧૭: બાબરા તાલુકાના ગરણી ગામના અગ્રણી ઉદ્યોગપતિ જાદવભાઇ કલકાણી અને જયસુખભાઇ કલકાણી પરીવાર દ્વારા જેબી કોટન ગરણી ગામે પૂર્વ કેબિનેટ મંત્રી અને બાબરા પંથકમાં પચીસ વર્ષ સુધી જાગૃત ધારાસભ્ય તરીકે ચૂંટાયા લોકો કામગીરી અને તાલુકાને વિકાસ ગતિ તરફથી લય જય લોકોના દીલ મા સતત જાગૃત રહેલાં બાબરા લાઠી દામનગરના અડધી રાતેના હોંકારો સમાન પૂર્વ ધારાસભ્ય બાવકુભાઇ ઉધાડનું સાલ ઓઢાડી સન્માન કરી ફરીથી બાબરા પંથકની વિકાસ લક્ષી કામગીરી આગળ વધારો એવી શુભેચ્છા પાઠવી હતી આ પ્રસંગે પૂર્વ માર્કેટિંગ યાર્ડ ના ચેરમેન જીવાજીભાઇ રાઠોડ, પૂર્વ મહામંત્રી મહેશભાઇ ભાયાણી, તાલુકા ભાજપ મહામંત્રી હીતેશ ભાઇ કલકાણી, તાલુકા પંચાયત પ્રમુખ ભરતભાઇ બુટાણી, શહેર ભાજપ ઉપપ્રમુખ દિપક કનૈયા યાર્ડના ડીરેકટર બહાદુરભાઇ બકોતરા, સંદીપભાઈ રાદડીયા, જીવનભાઈ ચોવટિયા, ગરણી સરપંચ દામજીભાઈ લિંબસિયા, લાખાભાઇ કલકાની, ઉમેશભાઈ કલ્કાણી, પ્રેમજીભાઈ ગજેરા, ગીરધરભાઇ વેકરીયા ઉપસ્થિત રહ્યા હતા.

(10:26 am IST)