Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

જસદણઃ રાજકોટ જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાની કારોબારી બેઠક મળી

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ તા. ૧૭: પ્રદેશ બક્ષીપંચ મોરચાના મંત્રી અને રાજકોટ જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા પ્રભારી મહેશભાઈ માંજરીયાના અધ્યક્ષ સ્થાને જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાની કારોબારી બેઠક મળી હતી.

જીલ્લા ભાજપ મહામંત્રી મનસુખભાઈ રામાણીએ પેઝ સમિતિ અને બુથ કમિટી બક્ષીપંચ મોરચા દ્વારા વધુમાં વધુ સારું કામ થાય એ વિષય પર વધુ જાણકારી આપી હતી. જીલ્લા ભાજપ ઉપપ્રમુખ ખોડાભાઈ ખસીયાએ બેઠકને સંબોધતા જણાવ્યું કે બક્ષીપંચ મોરચા દ્વારા સારામાં સારી કામગીરી થકી ગુજરાત પ્રદેશ ભાજપમાં રાજકોટ જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચો પ્રથમ ક્રમે રહે એવી કામગીરી કરવા જણાવ્યું હતું. રાજકોટ જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા પ્રમુખ હરેશભાઈ હેરભાએ તમામ હોદેદારો ને લોકોના કામ માટે રાતદિવસ જોયા વગર સેવાકાર્યો કરો અને હોદેદારોને પડતી મુશ્કેલી મુખ્ય ભાજપ અને સરકાર સુધી રજુઆત કરી બક્ષીપંચ મોરચો વધુ મજબુત થાય અને રાજકોટ જીલ્લા ભાજપ વધુ મજબુત થાય એ પ્રકારે કામગીરી કરવા જણાવ્યું હતું .

બક્ષીપંચ મોરચાના વિવિદ્ય હોદેદારો સરપંચ પદે વિજેતા થયેલ તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા મંત્રી નવીનપરી ગોસાઈ, જીલ્લા પંચાયત ઉપપ્રમુખ પ્રતિનિધિ નાથાભાઇ વાસણી, જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા ના હોદેદારો અને તાલુકા બક્ષીપંચ મોરચા ના પ્રમુખ અને મહામંત્રીઓ હાજર રહયા હતા.

(10:26 am IST)