Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ૫૦ હજાર ભારી લાલ મરચાની આવકઃ વાહનોની લાઇનોઃ મણનાં ૬૦૦ થી ૩૩૦૦ ભાવ મળ્યો

ગોંડલ, તા.૧૭: સૌરાષ્ટ્રના અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વિશ્વ વિખ્યાત ગોંડલના લાલ ચટક મરચાની આવક શરૂ કરાતા યાર્ડના દરવાજાની બહાર નેશનલ હાઈવે પર બંને સાઇડ વાહનોની લાંબી કતારો લાગી હતી ૫૦ હજારથી પણ વધુ મરચાની ભારિની આવક નોંધાઇ હતી આ તકે માર્કેટીંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા એ જણાવ્યું હતું કે સિઝનની સૌથી વધુ આવક આજના દિવસે જોવા મળી છે જેમાં સાનિયા, ઓજસ, ૭૦૨, તેજા, રેવા, માટીયા, ગરૂડા, ૧૩ ss, તેજસ્વી, જેવી તીખી જાતના મરચાની આવક થયેલી છે ૨૦ કિલો મરચા ના ભાવ રૂપિયા ૬૦૦ થી લઈ રૂપિયા ૩૩૦૦ સુધી ખેડૂતોને મળી રહ્યા છે.(અહેવાલઃ જીતેન્દ્ર આચાર્ય, તસ્વીરઃ ભાવેશ ભોજાણી)

(10:52 am IST)