Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

વર્ષ ૨૦૨૧માં પ્રત્યક્ષ ૫૨.૬૮ લાખ દર્શનાર્થીઓએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા

સોશ્યલ મીડીયા દ્વારા ૭૭.૭૯ કરોડ લોકોએ સોમનાથ મહાદેવના દર્શનનો લ્હાવો લીધેલ હતો

વેરાવળ-પ્રભાસ પાટણ,તા. ૧૭: આદિ જયોતિલિંગ સોમનાથ મહાદેવની નીશ્રામાં પ્રતિવર્ષ લાખ્ખો શ્રદ્ઘાળુઓ સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવતા હોય છે, ભકત્ત્।ો શ્રધ્ધાપુર્વક મહાદેવના સાનિધ્યે દર્શન - પૂજા કરી ધન્ય થતા હોય છે. કોવિંડ-૯૯ મહામારી ને કારણે સરકારશ્રીની ગાઇડલાઇન્સ મુજબ શ્રી સોમનાથ મંદિર વર્ષ-૨૦૨૧ માં એપ્રીલ થી જુન દરમ્યાન (૧૧ એપ્રીલ થી ૧૦ જુન) ૬૦ દિવસ મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રાખવામાં આવેલ હતું. દેશ-વિદેશના ભકત્ત્।ો ઘરબેઠા સોમનાથ મહાદેવના દર્શન કરી શકે સાથે, પુજા-જાપ નોંધાવી ઓનલાઇન સંકલ્પ કરી શકે તેવી ડિઝીટલ પ્લેટકોર્મના માધ્યમથી વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવેલ હતી. જેનો લાભ ભકતોએ બહોળી સંખ્યામાં લીધો. ૨૦૨૧માં ૫૨.૬૮ લાખ ભાવિકોએ દર્શન કર્યા હતા.

વર્ષ દરમ્યાન સોમનાથ ખાતે યાત્રીસુવિધાના પ્રોજેકટ ૧. પ્રોમોને૫-સમુદ્ર દર્શન પથ, ૨.સોમનાથ મ્યુઝીયમ, ૩.શ્રી અહલ્યાબાઇ દ્વારા નિર્મિત જુના સોમનાથ મંદિર પરીસર જીર્ણોધ્ધાર, સહિતના પ્રોજેકટ દેશના વડાપ્રધાન અને ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્રભાઇ મોદીના હસ્તે વર્ચુઅલ રીતે લોકાર્પણ કરવામાં આવેલ જેનો લાભ બહોળી સંખ્યામાં યાત્રીકો લઇ રહ્યા છે. શ્રી ધામેલીયા પરીવારના સહયોગથી નિર્માણ થનાર નુતન પાવંતિ મંદિરનુ ભૂમિપૂજન અને શીલાપૂજન કરવામાં આવેલ હતું. સોમનાથ આવતા યાત્રીકો નિઃશુલ્ક ભોજન લઇ શકે તે માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા અન્નક્ષેત્રનો પ્રારંભ કરવામાં આવેલ હતો. ગીર સોમનાથ જીલ્લો દેશભરમાં રોલ મોડલ તરીકે સ્થાપીત થાય તેવા શુભાશય થી જીલ્લામાં ૧ લાખ વૃક્ષારોપણનો મહાસંકલ્પ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા લેવામાં આવેલ છે. જેમાં વિવિધ સામાજીક સંસ્થાઓ, માધવ સ્મારક સમીતી, જીલ્લા વહિવટી તંત્ર સહિતનો સહયોગ સાંપડેલ હતો.

વર્ષ-૨૦૨૧ દરમ્યાન સોશ્યલ મીડીયાના વિવિધ પ્લેટકોર્મ દ્વારા દેશ-વિદેદાના કુલ ૭૭.૭૯ કરો૬ લોકો સોમનાથ મહાદેવના દર્શન નો લ્હાવો લીધેલ હતો, જેમાં કેસબુક - ૪૨.૨૬ કરો૫, યુટ્યુબ - ૧૪.૬૫ કરો૫, ઇન્સ્ટાગ્રામ - ૧૨.૩૩ કરોડ, ટવીટર - ૮.૫૩ કરો૫, કુ(એપ) - ૩૩ હજાર, વોટ્સએપ - ૨૪ હજાર, ટેલીગ્રામ ૬ હજાર મળી ભારત દેશ તેમજ વિશ્વના ૪૦ થી વધુ દેશોમાં ૭૭.૭૯ કરોડ ભકતોએ ઘરબેઠા વર્ચુઅલ દર્શનનો લ્હાવો સોશ્યલ મીડીયાના માધ્યમોથી મેળવ્યો હતો.

શ્રી સોમનાથ મંદિર ખાતે વર્ષ પર્યન્ત કુલ રેવન્યુ આવક ૩૫.૭૧ કરોડ થયેલ હતી. જેની સામે વર્ષ દરમ્યાન કુલખર્ય ૨૭.૨૫ કરોડ થયેલ હતો.

શ્રી સોમનાથ ટ્રસટ દ્વારા કોવિંડ-૧૯ દરમ્યાન બે તબક્કામાં કુલ ૪.૯૪ કરો૫ ના ખર્ચે મુખ્યમંત્રી રાહત ફંડ સહાય, લીલાવતી કોવિ૫ કેર-આઇસોલેશન સેન્ટર, ફુડ પેકેટો-રાથન કીટો - માસ્ક વિતરણ- સોમનાથ તીર્થધામમાં કસાયેલ યાત્રીઓની આવાસ-ભોજન વ્યવસ્થા- ટીશર્ટ-કેપ વિતરણ, ઓકસીજન પ્લાન્ટ નંગ-૦૨, મેડીકલ કીટ વિતરણ, નિઃશુલ્ક ટીકીન સેવા,કલા પ્રતિષ્ઠાન સુરત કલાકારો ને સહાય વિગેરે સેવાઓ કરી હતી.

(10:54 am IST)