Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

જામનગર સુમરા સમાજ દ્વારા સમાજના સરપંચો તથા રાજકીય આગેવાનોનું સન્માન

જામનગરના જુસબભાઇ ખીરા (કોઠાવારા) દ્વારા જામનગર ખાતે દ્વારકા જિલ્લાની ગ્રમપંચાયતોમાંથી સુમરા સમાજના ચુંટાયેલા સરપંચોનું સન્માન રાખવામાં આવેલ જેમાં બોદુભાઇ દોસમામદ મથુપોત્રા (ખારચીયા) અબુભાઇ જુસબભાઇ ખફી(રબારીકા) સુમાર કાસમભાઇ મથુપોત્રા (પડવલા) ઇસમાલ ઓસમભાઇ ખીરા (તરઘડી) સલીમભાઇ મામદભાઇ મથુપોત્રા (આંબલીયા) જુનેદ બાવદીનભાઇ દેશરાણી (મોટા આંબલા) વસીમ યુસુફભાઇ ખીરા (કનસુમરા) ઇસમાલ મામદ ખીરા (ગોરધનપર) નુરમામદ વલીમામદ ખીરા)(લાખાબાવળ) હુશેન હાજી કોટાઇ (ઢીંચડા) શાહબાઝ ખીરા (કોટા) કારાભાઇ ખફી (મચીતીયા)નું સન્માન કરવામાં આવેલ જુ.સુન્ની મુસ્લિમ જમાતના પ્રમુખ જુમાભાઇ ખફી, કાસમભાઇ ખફી, (પૂર્વ  વિરોધપક્ષના નેતા જામનગર તાલુકા પંચાયત ગુલમામદ ખીરા સદસ્ય જીલ્લા પંચાયત અલ્તાફભાઇ ખડીવિરોધપક્ષના નેતા જામ્યુકો) ઇકબાલભાઇ ખફી શહેર ભાજપ પ્રભારી લઘુમતી મોરચો ઇસ્માઇલ ખફી સદસ્ય તાલુકા પંચાયત યુસુફભાઇ ખફી (પૂર્વ વિપક્ષીનેતા જામ્યુકો) જુમબભાઇ ખીચ (કોકાવારા) સહિતના ઉપસ્થિત રહયા હતા. ગુલજારભાઇ ખીરા, ઇકબાલભાઇ ખફી (ભુરાભાઇ) મસીતીયાવાળા યુનુસભાઇએ જહેમત ઉઠાવી હતી.

(11:41 am IST)